લવની ભવાઈ ફેમ ત્રિપુટી કેનેડામાં મચાવી રહી છે ધૂમ, આ તસવીરો છે પુરાવો

Updated: Jun 22, 2019, 13:24 IST | ટોરેન્ટો

સુપરહિટ ગુજરાતી ફિલ્મ લવની ભવાઈની સ્ટારકાસ્ટ ફરી એકવાર સાથે જોવા મળી. જુઓ તેમણે કેવી ધમાલ કરી.

તસવીર સૌજન્યઃ આરોહી પટેલ ફેસબુક
તસવીર સૌજન્યઃ આરોહી પટેલ ફેસબુક

કેનેડાની ધરતી પર જ્યારે મળ્યા લવની ભવાઈના કલાકારો પ્રતિક ગાંધી, મલ્હાર ઠાકર અને આરોહી પટેલ ત્યારે તેમણે સાથે મળીને ખૂબ મસ્તી કરી. સ્ટાર્સના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરો તેનો પુરાવો છે. જરા તમે જુઓ આ તસવીરમાં ત્રણેય એકસાથે મળીને કેટલા ખુશ લાગી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

Reunited ❤️

A post shared by Aarohi (@iamaarohii) onJun 21, 2019 at 6:18pm PDT


મલ્હાર ઠાકર અને આરોહી પટેલ એકબીજાને મળીને ખૂબ જ ખુશ છે. કેનેડાના ટોરેન્ટો શહેરની ગલીઓમાં તેઓ મળીને ખૂબ જલસા કરી રહ્યા છે. અને આ બંનેની સ્માઈલ તેનો પુરાવો છે.

AAROHI AND MALHARતસવીર સૌજન્યઃ આરોહી પટેલ ફેસબુક

કેવું થાય જ્યારે ગુજરાતી ફિલ્મ સ્ટાર્સ વિદેશના રસ્તાઓ પર નાચવા લાગે? આવું જ મલ્હાર અને આરોહીએ કર્યું. બેય મસ્ત થઈને ટોરેન્ટોના રસ્તા પર ડાન્સ કરવા લાગ્યા અને ત્યારે થોડા શરમાળ એવા પ્રતિક ગાંધીનું કાંઈક આવું રીએક્શન હતું. તમે પણ જુઓ..

આ પણ વાંચોઃ જુઓ શું કરી રહ્યા છે 'છેલ્લો દિવસ'ના આ કલાકારો

મલ્હાર ઠાકર, આરોહી પટેલ અને પ્રતિક ગાંધી છેલ્લે ફિલ્મ લવની ભવાઈમાં એક સાથે જોવા મળ્યા હતા. જે એક પ્રણયત્રિકોણ પર આધારિત ફિલ્મ હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. અને ત્રણેયની કેમેસ્ટ્રી પણ લોકોને ખૂબ જ પસંદ આવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK