ગુજરાતી સિંગલ 'આયો રે' થયું રિલીઝ

Published: 24th December, 2018 20:15 IST

આયો રે' ગીતમાં માં-દીકરાની કેમેસ્ટ્રી દર્શાવાઈ છે. લગભગ સાડા પાંચ મિનિટના આ ગીતમાં એક એવા દીકરાની વાત છે, જે લાંબા સમય વિદેશમાં છે અને કામના પ્રેશરમાં ઘરે નથી આવી શક્તો

ગીતનું એક દ્રશ્ય
ગીતનું એક દ્રશ્ય

ગુજરાતમાં ઠંડી ચમકારા બતાવી રહી છે. આ ઠંડીથી ગુજરાતીઓ ભલે થથરતા હોય, પરંતુ NRGs માટે તો આ જ સમય એક અવસર છે, ઉત્સવ છે. વર્ષોથી ભણવા કે પછી કામકાજ માટે વિદેશમાં સ્થાયી થયેલા નોન રેસિડેન્ટ ગુજરાતીઓ શિયાળામાં જ યાયાવર પક્ષીઓની જેમ પોતાના વતનમાં ઉતરી આવે છે. અને પરિવારમાં સર્જાય છે મિલનનો અદભૂત અવસર. આવા જ એક અવસરની વાત કરે છે રિસન્ટલી રિલીઝ થયેલું ગુજરાતી સિંગલ આયો રે.

ગીતના રાઈટર, કમ્પોઝર અને સિંગર કુશલ ચોક્સીનું આ નવમું ગુજરાતી સિંગલ છે. આ પહેલા 2016માં તેમનું 'તારી ગમતી વાતો' સૌથી વધારે હિટ થયું હતું. આ ગીતમાં પણ મા-દીકરાના રિલેશનની જ વાત કહેવાઈ હતી. આ ગીતને સારો રિસ્પોન્સ મળ્યા બાદ કુશલ ચોક્સી બે વર્ષ બાદ ફરી એક વખત આવું જ ગીત લઈને આવ્યા છે. 'આયો રે' ગીત વિશે કુશલ ચોક્સીનું કહેવું છે કે,'આ ઈમોશન્સ હું પણ અનુભવી ચૂક્યો છું. એટલે આ રિલેશનની લાગણી શબ્દોમાં ઉતારવી મને વધુ ગમે છે.' સિંગર કમ્પોઝર કુશલ ચોક્સી આમિર ખાનની ફિલ્મ 'સિક્રેટ સુપરસ્ટાર'માં ગીત ગાઈ ચૂક્યા છે. તો ફાલ્ગુની પાઠક સાથેનો તેમનો ગરબો કાનો ક્યારે આવશે પણ હિટ થયો હતો.

 

gujarati sigle aayo re released

વૃદ્ધાશ્રમમાં રિલીઝ કરાયું છે ગીત

આ ગીતની ખાસ વાત એ છે કે કુશલ ચોક્સીએ ગીતના શબ્દો માત્ર અડધો કલાકમાં જ લખ્યા છે. તો ગીતનું શૂટિંગ-એડિટિંગ પણ માત્ર બે જ દિવસમાં થયું છે. ગીતના ડિરેક્ટર આશિની પટેલ કહે છે, 'જ્યારે કુશલે આવું ગીત શૂટ કરવાની વાત કરી તો હું રેડી જ હતી. અમે કામ શરૂ કર્યું. યશને વાત કરી, એને પણ પ્રોજેક્ટ ગમ્યો અને તે પણ ઈન્વોલ્વ થયો. અમે સવારે શૂટ શરૂ કર્યું અને સાંજે ગીત આખુ શૂટ થઈ ગયું. તાત્કાલિક બીજા જ દિવસે એડિટિંગ પતાવ્યું. અને આમ બે જ દિવસમાં ગીત રેડી હતું.'

'આયો રે' ગીતમાં માં-દીકરાની કેમેસ્ટ્રી દર્શાવાઈ છે. લગભગ સાડા પાંચ મિનિટના આ ગીતમાં એક એવા દીકરાની વાત છે, જે લાંબા સમય વિદેશમાં છે અને કામના પ્રેશરમાં ઘરે નથી આવી શક્તો. મમ્મીની યાદ આવે છે, પણ કામના ભાર નીચે દબાઈ જાય છે. આવામાં ક્રિસમસ વેકેશનમાં આ દીકરો ગુજરાત આવીને પોતાની મમ્મીને સુખદ સરપ્રાઈઝ આપે છે. આ આખીય લાગણીભીની વાત માત્ર સાડા પાંચ મિનિટમાં સુંદર રીતે કહેવાઈ છે. નીચે ક્લિક કરીને જુઓ ગીત.

 

 

 

આ વીડિયો સોંગને આશિની પટેલે ડિરેક્ટ કર્યું છે. તો ગીતના શબ્દો લખ્યા છે કુશલ ચોક્સીએ. સાથે જ ગીતમાં અવાજ પણ તેમણે જ આપ્યો છે. અને કમ્પોઝ પણ કુશલ ચોક્સીએ જ કર્યું છે. સાથે જ સ્ક્રીન અપિરિયન્સ કર્યો છે છેલ્લો દિવસ ફેમ યશ સોનીએ.  માં-દીકરાના લાગણીભીના રિલેશનને દર્શાવતા આ ગીતના યુ ટ્યુબ પર વ્યુઝ સડસડાટ વધી રહ્યા છે.

Tags

gujarat
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK