Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લો, બોલો હવે તો ગીતમાં પણ કોરોના!

લો, બોલો હવે તો ગીતમાં પણ કોરોના!

17 March, 2020 01:20 PM IST | Mumbai
Rachana Joshi | rachana.joshi@mid-day.com

લો, બોલો હવે તો ગીતમાં પણ કોરોના!

'કોરોનાની હુંડી' ગીતની જાહેરાત કિર્તિદાન ગઢવીએ તેમના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ પેજ પરથી કરી હતી

'કોરોનાની હુંડી' ગીતની જાહેરાત કિર્તિદાન ગઢવીએ તેમના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ પેજ પરથી કરી હતી


કોરાનાએ ખરેખર કહેર મચાવ્યો છે. કોરોના વાયરસ વિષે લોકોમાં અનેક ગેરસમજણો છે. આ ગેરસમજણો દુર કરીને લોકોને જાગૃત કરવા તેમજ આ વાયરસનો સામનો કરવા માટે નાગરિકોને સજ્જ બનાવવા ગાયક કિર્તિદાન ગઢવી અને હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ બીડું ઝડપ્યું છે. કિર્તિદાન ગઢવીએ 'કોરોનાની હુંડી' ગીત ગાયુ છે. ગીતમાં કહ્યું છે, જનતા જાગશે અને કાળજી રાખશે તો કોરોના ઝટ ભાગી જશે.

 
 
 
View this post on Instagram

કેર મચાવે છે કોરોના... ત્યારે જરૂરી છે સાવચેતી... અને અફવાઓથી દૂર રહેવાની... આ ગંભીર વાત મેં લોકો સમક્ષ મારા અંદાજમાં.... કોરોનાની હૂંડી.. સ્વરૂપે રજૂ કરી છે. એ સાંભળો, સમજો, અને શેર કરો... જેથી વધુને વધુ લોકો કોરોનાના કેરમાંથી બચવા માટે સજ્જ બની શકે... કપરા સમયમાં જનજાગૃતિ માટે છેવાડાનો માણસ પણ સમજી શકે... એવી શૈલીમાં સંદેશ આપતું એક ગીત, દોસ્ત સાંઈરામ દવેએ લખીને... અને મેં ગાઈને.. દેશ પ્રત્યેની અમારી ફરજ નિભાવી છે. #kirtidangadhviofficial #sairamdave #corona #covid_19 #coronasong #coronasafety @our_rajkot @rajkotmunicipalcorporation @rajkotcitypolice

A post shared by Kirtidan Gadhvi (@kirtidangadhviofficial) onMar 16, 2020 at 9:44pm PDT




કિર્તિદાન ગઢવીએ પોતાની ઑફિશ્યલ યુ-ટયુબ ચેનલ પર આ ગીત મુક્યું છે. જેના બોલ હાસ્ય કલાકાર સાંઈરામ દવેના છે. સનેડાની ધુનમાં ગવાયેલી આ ગીતમાં શાહાકારી બનવાનું પણ કહેવામાં આવ્યું છે. તેમજ ચાઈનાનો રોગ છે એટલે બહુ ટકશે નહીં એવું ગીતકાર અને ગાયકનું માનવું છે.

'કોરોનાની હુંડી' ગીતમાં સંગીત પરિમલ ભટ્ટે આપ્યું છે. કોરોના અત્યારે જે રીતે દેશમાં કહેર વર્તાવી રહ્યું છે એ જોઈને ખરેખર લાગે છે કે હવે જલ્દી આ રોગચાળામાંથી મુક્તિ મળવી જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2020 01:20 PM IST | Mumbai | Rachana Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK