Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતી સિંગર હિમાલી વ્યાસનું ગીત, 'અવે મારિયા' નાતાલના દિવસે થશે રિલીઝ

ગુજરાતી સિંગર હિમાલી વ્યાસનું ગીત, 'અવે મારિયા' નાતાલના દિવસે થશે રિલીઝ

24 December, 2020 08:25 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાતી સિંગર હિમાલી વ્યાસનું ગીત, 'અવે મારિયા' નાતાલના દિવસે થશે રિલીઝ

ગુજરાતી સિંગર હિમાલી વ્યાસનું ગીત, 'અવે મારિયા' નાતાલના દિવસે થશે રિલીઝ

ગુજરાતી સિંગર હિમાલી વ્યાસનું ગીત, 'અવે મારિયા' નાતાલના દિવસે થશે રિલીઝ


કોરોના મહામારીને કારણે ભારત જે તહેવારોના દેશ તરીકે ઓળખાય છે તેણે પોતાના અનેક તહેવારોની ઉજવણીમાં સંકોચ કરવો પડ્યો છે. નવરાત્રી, દિવાળી જેવા તહેવારો બાદ હવે નાતાલની ઉજવણીમાં પણ નિયંત્રણ હોવાથી લોકો ઘરે રહીને કેવી રીતે સરસ ઉજવણી કરે તે માટે નવા નવા આઇડિયાઝ શોધતાં હોય છે. ત્યારે ગુજરાતનાં જાણીતાં પ્લેબૅક સિંગર હિમાલી વ્યાસ-નાયક નાતાલ પર્વનાં દિવસે એક એવું ફ્યૂઝન લઈને આવી રહ્યાં છે. જેને સાંભળવું જ નહીં જોવું પણ ખૂબ જ રોચક રહેશે.

હિમાલી વ્યાસ નાયક નાતાલના દિવસે અવે મારિયા જે ખ્રિસ્તી સમુદાયની લેટિન ભાષાની એક પ્રાચીન પ્રાર્થના છે, સદીઓથી ગવાય છે. આ પ્રાર્થનાની રચના મહાન સંગીતકાર ફ્રાન્ઝ શુબર્ટ દ્વારા ઈ. સ. ૧૮૨૫ (આશરે ૨૦૦ વર્ષ પહેલાં) થઈ. આ પ્રાર્થના પરંપરાગત રીતે ઓપેરા સ્ટાઇલમાં ગવાય છે અને ઘણાં દિગ્ગજ સંગીતકારોએ તેની રજૂઆત કરી છે.



હિમાલીએ ઓપેરા સ્ટાઈલમાં રજૂ થતી પ્રાર્થનાનો સ્વાદ આપવા એક અનોખો પ્રયોગ કર્યો છે અને તેમાં ભળે છે અકાપેલા અરેન્જમેન્ટ્સ. અકાપેલા એટલે જેમાં ગાયક પોતાનાં જ અવાજથી બીજા બધાં વાદ્યોની ધૂન રિપ્રૉડ્યૂસ કરે.


હિમાલી વ્યાસ નાયક કે જે ભારતીય શાસ્ત્રીય સંગીત અને વેસ્ટર્ન સંગીત બંને માં વર્ષોની તાલીમ ધરાવે છે તેમણે પોતાના આ પ્રયોગમાં music re creation અને music arrangements કરી છે મુંબઈનાં જ The Records Houseના યુવા સંગીતકારો પાર્થ ગાંધી, ધારક દવે, અભિષેક શર્મા અને શુભ કુંડુ છે. વિડિયો નિર્દેશન દીપ ટચકનું છે. આ ગીત હિમાલીની યૂટ્યૂબ ચેનલ પર રિલીઝ થઈ રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2020 08:25 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK