Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણવીર બની રહ્યો છે પાક્કો ગુજ્જુ છોકરો

રણવીર બની રહ્યો છે પાક્કો ગુજ્જુ છોકરો

19 November, 2012 07:11 AM IST |

રણવીર બની રહ્યો છે પાક્કો ગુજ્જુ છોકરો

રણવીર બની રહ્યો છે પાક્કો ગુજ્જુ છોકરો






રણવીર સિંહે તેની પહેલી ફિલ્મ ‘બૅન્ડ બાજા બારાત’માં અદ્દલ દિલ્હીના ટિપિકલ હિન્દી ઉચ્ચારોથી લોકોનું દિલ જીતી લીધેલું. હવે તેની આગામી ફિલ્મમાં તે ગુજ્જુભાઈ બનવાનો છે. સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘રામ લીલા’ ગુજરાત પર આધારિત છે અને એમાં રણવીર સિંહ પણ ગુજરાતીમાં ડાયલૉગ્સ બોલતો દેખાશે.


રણવીરે ઑથેન્ટિક ગુજરાતી ભાષાના ઉચ્ચારો શીખવાનું શરૂ કરી દીધું છે. તે કહે છે, ‘મારે આ ફિલ્મ માટે ઘણું બધું ગુજરાતી શીખવું પડ્યું હતું. હવે તો હું મારા ગુજ્જુ ફ્રેન્ડ્સ સાથે ઘણી વાર ગુજરાતીમાં જ વાતો કરું છું.’


‘રામ લીલા’ના તેના રોલ માટે રણવીરે ઘણો સમય રિસર્ચ માટે ગુજરાતમાં કાઢ્યો છે. ગુજરાતી ઉચ્ચારો સુધારવા માટે તે સ્થાનિક લોકો સાથે ગુજરાતીમાં જ વાત કરતો આવ્યો છે. રણવીર કહે છે કે તેઓ શું અને કેવી રીતે બોલી રહ્યા છે એ સાંભળી-સાંભળીને જ હું ઘણું બધું ગુજરાતી શીખી ગયો છું.

આમ તો ફિલ્મના બધા જ ડાયલૉગ્સ હિન્દીમાં લખાયેલા છે, પણ શૂટિંગ દરમ્યાન રણવીર પોતાની રીતે સંવાદોમાં ગુજરાતી ટચ આપતો હોય છે એ જોઈને સંજય લીલા ભણસાલીને પણ આશ્ચર્ય થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

19 November, 2012 07:11 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK