Exclusive: ધ્વની ગૌતમે પાર્થીવ ગોહિલ સાથે કર્યું ગીત રેકોર્ડ

Published: Mar 03, 2020, 19:15 IST | Chirantana Bhatt

ધ્વનીએ આ જાહેરાત પોતાની ફેસબુક પોસ્ટમાં કરી હતી અને લખ્યું હતું કે આ એક સરપ્રાઇઝ છે જે વખત આવ્યે ખુલશે.

પાર્થિવ ગોહીલ સાથે ધ્વની ગૌતમ, કેસરીયા ફિલ્મનાં ગીતનાં રેકોર્ડિંગ દરમિયાન
પાર્થિવ ગોહીલ સાથે ધ્વની ગૌતમ, કેસરીયા ફિલ્મનાં ગીતનાં રેકોર્ડિંગ દરમિયાન

ફિલ્મ મેકર અને દિગ્દર્શક ધ્વની ગૌતમે આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. આ પહેલાં રોમાન્સ કોમ્પ્લિકેટેડ, તુ તો ગયો જેવી ગુજરાતી ફિલ્મો બનાવી ચુકેલા ધ્વની ગૌતમ તેમના નવા પ્રોજેક્ટ 'કેસરીયા'માં વ્યસ્ત છે. મલ્હાર ઠાકર સાથેની તેમની આ ફિલ્મ માટે ધ્વની ગૌતમે પાર્થિવ ગોહીલ અને ભૂમી ત્રિવેદી સાથે આજે મુંબઇમાં ગીત રેકોર્ડ કર્યું છે. ધ્વનીએ આ જાહેરાત પોતાની ફેસબુક પોસ્ટમાં કરી હતી અને લખ્યું હતું કે આ એક સરપ્રાઇઝ છે જે વખત આવ્યે ખુલશે.

Kesaria

જીગર ચૌહાણ દ્વારા પ્રોડ્યુસ થનારી આ ફિલ્મ ભુજ કચ્છ અને સ્કોટલેન્ડ એમ બે લોકેશન્સ પર શુટ થવાની છે. આ ફિલ્મ અંગે ધ્વનીએ અગાઉ કહ્યું હતું કે તે દેવ આનંદ અને વહીદા રહેમાનની ફિલ્મ ગાઇડથી પ્રેરિત કથા છે જે એક ક્લાસિક ફિલ્મ છે, જો કે ફિલ્મની આગવી ઓળખ હશે. મલ્હાર ઠાકરને ટુરિસ્ટ ગાઇડ તરીકે દર્શાવનારી આ ફિલ્મમાં મલ્હારની સાથે કોણ એક્ટિંગ કરશે તે અંગે હજી કોઇ જાહેરાત કરવામાં નથી આવી. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK