Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાચિંડોની સીક્વલ વેનિસમાં શૂટ કરવામાં આવશે

કાચિંડોની સીક્વલ વેનિસમાં શૂટ કરવામાં આવશે

11 April, 2019 09:08 AM IST |
હર્ષ દેસાઈ

કાચિંડોની સીક્વલ વેનિસમાં શૂટ કરવામાં આવશે

કાચિંડોની સીક્વલ વેનિસમાં શૂટ કરવામાં આવશે


ગુજરાતી ફિલ્મ ‘કાચિંડો’ હજી રિલીઝ નથી થઈ ત્યાં એની બીજી ફિલ્મની પણ તૈયારી શરૂ થઈ ગઈ છે. ‘કાચિંડો’ એક સસ્પેન્સ-ડ્રામા ફિલ્મ છે જેનું શૂટિંગ પૅરિસમાં કરવામાં આવ્યું છે. પૅરિસમાં શૂટિંગ કરવામાં આવેલી આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. આવતી કાલે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં રાજ જટાણિયા, છાયા વોરા, અપરા મેહતા, ભાવિની ગાંધી, ગ્રીવા કંસારા, મોહસિન શેખ, બાબુલ ભાવસાર, હિતેશ સંપત અને કૃપા મહેતાએ કામ કર્યું છે. આ ફિલ્મને પ્રોડ્યુસ અને કો-ડિરેક્ટ ઉર્વીશ પરીખે કરી છે. ઉર્વીશ પરીખે આ ફિલ્મમાં નાનકડું પાત્ર પણ ભજવ્યું છે. આ ફિલ્મની સીક્વલ વિશે સૂત્રે કહ્યું હતું કે ‘આ ફિલ્મ હજી રિલીઝ થવાની બાકી છે, પરંતુ એના બીજા પાર્ટ પર કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ વેનિસમાં કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ધ્યાની જાનીઃ જાણો ગુજરાતની આ સૌથી નાની ક્યૂટ યુટ્યુબરની અજાણી વાતો



ફિલ્મમાં આ ઍક્ટર્સની સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ઍક્ટર્સને પસંદ કરવાની પણ ચર્ચા ચાલી રહી છે. આ એક સસ્પેન્સ-રિવેન્જ-ડ્રામા ફિલ્મ હશે.’


Whatsapp-channel Whatsapp-channel

11 April, 2019 09:08 AM IST | | હર્ષ દેસાઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK