Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભારતીય ફિલ્મોની ચાર વિદેશી ફિલ્મો સાથે અવૉર્ડ માટે જામી છે રસાકસી

ભારતીય ફિલ્મોની ચાર વિદેશી ફિલ્મો સાથે અવૉર્ડ માટે જામી છે રસાકસી

21 October, 2019 02:31 PM IST | મુંબઈ

ભારતીય ફિલ્મોની ચાર વિદેશી ફિલ્મો સાથે અવૉર્ડ માટે જામી છે રસાકસી

હેલ્લારો

હેલ્લારો


નવી દિલ્હી : (એ.એન.આઇ.) ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ અને મલયાલમ ફિલ્મ ‘ઉયારે’ વચ્ચે ગોવામાં શરૂ થનારા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં બેસ્ટ ડૅબ્યુ ફીચર ફિલ્મનાં અવૉર્ડ માટે સ્પર્ધા ચાલી છે. આ અવૉર્ડ માટે બે ભારતીય ફિલ્મોની સાથે ચાર વિદેશી ભાષાની ફિલ્મો પણ સ્પર્ધામાં ઉતરી છે. ‘હેલ્લારો’ને અભિષેક શાહે ડિરેક્ટ કરી છે. તો ‘ઉયારે’ને મનુ અશોકને બનાવી છે. આ બન્ને ફિલ્મોએ નૅશનલ અવૉર્ડ પણ જીત્યો છે. ૨૦ નવેમ્બરથી શરૂ થનારો આ ફેસ્ટિવલ ૨૮ નવેમ્બર સુધી ચાલવાનો છે. આ ફેસ્ટિવલના માધ્યમથી નવા ફિલ્મ મેકર્સને પોતાની પ્રતિભા દેખાડવાનું એક મંચ મળે છે. અલ્જેરિયાની ફિલ્મ ‘અબુ લીલા’, કોરિયાની ‘રોમાંગ’, રોમાનિયાની ‘મોન્સ્ટર્સ’ અને અમેરીકાની ‘માય નેમ ઇઝ સારા’ આ અવૉર્ડ માટે કોમ્પિટીશનમાં ઉતરી છે. આ ફેસ્ટિવલમાં ૭૬ દેશોની ફિલ્મો દેખાડવામાં આવશે. એવામાં હવે એ જોવુ રહ્યું કે ગળાકાપ સ્પર્ધામાં કઈ ફિલ્મ અવૉર્ડની બાજી મારી જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2019 02:31 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK