ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર આશિષ કક્કડનું હાર્ટ એટેકથી નિધન

Published: 2nd November, 2020 21:08 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

તેમના દુઃખદ અવસાનના સમાચાર જાણીને સમગ્ર કલા જગત દુઃખની લાગણી અનુભવે છે

આશિષ કક્કડ
આશિષ કક્કડ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે વધુ એક દુખી સમાચાર આવ્યા છે. ગુજરાતી ફિલ્મ બેટર હાફ સહીત અનેક ફિલ્મોના જાણીતા દિગ્દર્શક આશિષ કક્કડનું હાર્ટ એટેકને લીધે આજે કલકત્તા મુકામે દુઃખદ અવસાન થયું છે.

આશિષ કક્કડ તેમના દિકરાના જન્મદિવસની ઉજવણી કરવા અમદાવાદથી ખાસ કલકત્તા ગયા હતા, જે ૬ નવેમ્બરે પરત આવવાના હતા. આજે બપોરે તેમના દુઃખદ અવસાનના સમાચાર જાણીને સમગ્ર કલા જગત દુઃખની લાગણી અનુભવે છે.

આશિષ કક્કડ પોતાના પારિવારિક કામ માટે કલકત્તા ગયા હતાં, તેમજ સ્વસ્થ પણ હતાં. બાદમાં ઊંઘમાં સિવિયાર હાર્ટ સ્ટ્રોક આવી જતાં તેમનું દુઃખદ અવસાન થયું હોવાની માહિતી અંગત મિત્રો પાસેથી મળી રહી છે.

કોલેજકાળથી જ નાટ્યક્ષેત્રે રસ ધરાવતા આશિષને અભિનય કરતા બેકસ્ટેજ- લાઈટિંગ જેવી પ્રોડ્ક્શનની ઝીણી ઝીણી વાતોમાં વધુ રસ પડતો. પોતાના કૉલેજ કાળ દરમિયાન જ આશિષે એક શોર્ટ ફિલ્મ બનાવી, જેને ફિલ્મોના વિવિધ પાસાઓના જાણકારોએ બિરદાવતા તેમને અભિનય અને ફિલ્મોને ક્ષેત્રે આગળ વધવાનું પ્રોત્સાહન મળ્યું. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 'બેટર હાફ'થી સમાંતર ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ કરનાર આશિષ કક્કડ નાટક-ટીવી અને ફિલ્મો જેવા ત્રિવિધ માધ્યમમાં એમની પ્રતિભા દર્શાવી ચૂક્યા છે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK