ગુજરાતી ફિલ્મોના કોમેડિયન ઇકબાલ કેસ્ટોનું અકસ્માતમાં મૃત્યુ

Updated: Mar 16, 2020, 17:48 IST | Gujarati Mid-day Online Correspondent | Vadodara

ઇકબાલ કેસ્ટોની ઉંમર 61 વર્ષ હતી તેઓ તેમના મિત્ર કાદર મન્સુરી સાથે પારસીપુરા ગામ પાસે ફાર્મ હાઉસમાં ગયા હતા જ્યાં ગુજરાતી ફિલ્મનું શૂટિંગ ચાલવાનું હતું.

ગુજરાતી ફિલ્મોના અભિનેતા ઇકબાલ કેશ્ટોનું વડોદરા પાસે રોડ અકસ્માતમાં મૃત્યુ થયું.  મૂળ ડભોઇની રહેવાસી ઇકબાલ કેશ્ટોનો મૃતદેહ હાલમાં શહેરની સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. ઇકબાલે 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કર્યું છે અને તેમને ગુજરાતી ફિલ્મોનાં બીજા રમેશ મહેતા કે છોટે રમેશ મહેતા પણ કહેવામાં આવતા. તેમના ચાહકોમાં આ આકસ્મિક મૃત્યુથી ભારે આઘાતની લાગણી ફેલાઇ છે.

Iqbal keshto

આ એક્સિડન્ટમાં તેમની સાથે બીજા બે જણ પણ હતા અને અજાણ્યા વાહને હડફેટે લેતા કુલ ત્રણ જણા મોતને ભેટ્યા છે. ઇકબાલ કેસ્ટોની ઉંમર 61 વર્ષ હતી તેઓ તેમના મિત્ર કાદર મન્સુરી સાથે પારસીપુરા ગામ પાસે ફાર્મ હાઉસમાં ગયા હતા જ્યાં ગુજરાતી ફિલ્મનું શૂટિંગ ચાલવાનું હતું. મોડી રાત્રે શૂટિંગ બાદ ઘરે પાછા ફરી રહેલા બે મિત્રોને અજાણ્યા વાહને હડફેટે લેતા તેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. તેમણે તો શું કરીશું, ટેન્શન થઇ ગયું, પટેલની પટલાઇ તથા ઠાકોરની ખાનદાની જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK