ખિચડીની આ અભિનેત્રીએ અચાનક એક્ટિંગની દુનિયા છોડી

Published: Apr 17, 2019, 15:48 IST

રિચાનું કહેવું છે કે ફક્ત પાત્ર ભજવવા માટે તે પોતાના શરીર સાથે કંઇ જ નહીં કરે અને તેને પોતાના વધુ વજનથી કોઇ જ વાંધો નથી.

રિચા ભદ્રા
રિચા ભદ્રા

નાના પડદા પર જ્યારે પણ અતરંગી કૉમેડીનું નામ આવે છે ત્યારે ખિચડી સીરિયલની યાદ સૌથી પહેલા આવે છે. આ સીરિયલમાં ચક્કીનું પાત્ર ભજવતી રિચા ભદ્રાએ તાજેતરમાં જ આ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તેને કેટલીય વાર કોમ્પ્રોમાઇઝ માટે પ્રસ્તાવ આપવામાં આવતાં હતા અને તેનાથી કંટાળીને તેણે એક્ટિંગ છોડવાનો નિર્ણય લીધો.

દર વખતે વિકૃત દ્રષ્ટિએ જોવામાં આવતી હતી : રિચા

એક વેબસાઇટ સાથે વાત કરતાં રિચાએ જણાવ્યું કે તેને દર વખતે વિકૃત દ્રષ્ટિએ જોવાતું તેમજ કાસ્ટિંગ કાઉચ જેવા પ્રપોઝલ પણ આફવામાં આવતાં હતા. જેના કારણે તેણે એન્ટરટેઇનમેન્ટ વિશ્વથી દૂર રહેવાનો નિર્ણય લીધો. તેણે જણાવ્યું કે લગ્ન પછી પણ જ્યારે તે ઑડિશન આપવા ગઇ ત્યારે પણ તેને કેટલાય કોમ્પ્રોમાઇઝના પ્રસ્તાવ આપવામાં આવ્યા. તેણે આરોપ મૂક્યો કે કાસ્ટિંગ ડાયરેક્ટરે તેને એ હદ સુધી કહ્યું કે જો તે તેને ખુશ કરી દેશે તો તેને કામ મળી જશે. આ માટે તેને એક હોટલમાં પણ બોલાવવામાં આવ્યું હતું. અને આ જ કારણને લીધે તેણે નક્કી કર્યું કે તે હવે આ ઇન્ડસ્ટ્રી છોડી દેશે.

 
 
 
View this post on Instagram

Let’s escape the ordinary 👸🏼

A post shared by Richa Bhadra (@richabhadra) onJul 8, 2018 at 1:57pm PDT

ગુજરાતી પરિવારમાંથી આવે છે રીચા

રિચા પ્રમાણે ચક્કીની જે ચાઇલ્ડ એક્ટરની ઇમેજ છે જેને કારણે તે લોકપ્રિય થઇ હતી, તેને તે કોઇપણ કિંમતે ખરાબ કરવા માંગતી નથી. રિચા ગુજરાતી પરિવારની છે અને તેનો પરિવાર પણ તેને પડદા પર રૉમેન્ટિક સીન્સની પરવાનગી નથી આપતો. રિચાએ કહ્યું કે એક સમયે તેના શરીરને લઇને પણ કમેન્ટ્સ કરવામાં આવતી હતી. શૉમાં તેને વજન ઘટાડવા અથવા જાડી છોકરીનું પાત્ર ભજવવાનું કહ્યું હતું.

આ પણ વાંચો : Game of Thrones season 8નો પહલો એપિસોડ ભારત, અમેરિકા અને યૂકેમાં પણ લીક

રિચાનું કહેવું છે કે ફક્ત પાત્ર ભજવવા માટે તે પોતાના શરીર સાથે કંઇ જ નહીં કરે અને તેને પોતાના વધુ વજનથી કોઇ જ વાંધો નથી. રિચા હવે પોતાના પતિ સાથે કૉર્પોરેટ સેક્ટરમાં કામ કરે છે. જણાવીએ કે 2002માં શરૂ થયેલી ખિચડીની અત્યાર સુધી ત્રણ સીરીઝ આવી ચૂકી છે. ખિચડી ટાઇટલ સાથે ફિલ્મ પણ બની ચૂકી છે. આ શૉમાં સુપ્રિયા પાઠક, અનંગ દેસાઇ અને રાજીવ મહેતાના પાત્ર પણ ઘણાં લોકપ્રિય બન્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK