આજે ઓપન થાય છે મમ્મી ફિટ, સેન્ચુરી હિટ

Published: Nov 03, 2019, 11:59 IST | મુંબઈ

નાટકમાં મમ્મીનું કૅરૅક્ટર પ્રતિમા ટી. કરે છે. નાટકના દિગ્દર્શક અને લેખક મેહુલ બુચ કહે છે, ‘પ્રતિમા ટી. આ સબ્જેક્ટ માટે એકદમ આડઇલ કાસ્ટ‌િંગ છે.

આ મમ્મી રડશે નહીં, રડાવે અને લડી લે એવી છે
આ મમ્મી રડશે નહીં, રડાવે અને લડી લે એવી છે

તેજસ ગોહિલ નિર્મિત અને મેહુલ બુચ લિખિત-દિગ્દ‌ર્શિત તેજરાજ પ્રોડક્શન્સનું નવું નાટક ‘મમ્મી ફિટ, સેન્ચુરી હિટ’નાં મુખ્ય કલાકારોમાં પ્રતિમા ટી, જય પુરોહિત, હિરલ મહેતા, મિત સરવૈયા, મયૂર ભાલાલા, કુકુલ તારમાસ્તર અને પ્રણવ ત્રિપાઠી છે. નાટકની વાર્તાનો અણસાર એના ટાઇટલ પરથી જ આવી જાય છે કે એમાં વાત મમ્મીની છે, પણ અહીં વાત એવી મમ્મીની છે જે જૂના જમાનાની મમ્મીઓની આઇડલ એવી નિરૂપા રૉય જેવી નથી, પણ લડી લેવામાં માનનારી અને દરેક વાતમાં રસ્તો કાઢનારી મમ્મીની છે. નાટકના પ્રોડ્યુસર તેજસ ગોહિલ કહે છે, ‘નાટકની આ વનલાઇન મને અટ્રૅક્ટ કરી ગઈ. રોનાધોના અને નોકરાણી બનીને બાળકોનું ગદ્ધાવૈતરું કરતી મમ્મી આજના સમયમાં ઍન્ટિક બનીગઈ છે ત્યારે આ આજની જનરેશનની મમ્મી છે, જે બિચ્ચારી બનીને ખૂણામાં રડતી બેસી નથી રહેતી. તે બધી વાતમાં રસ્તો કાઢે છે અને એ રસ્તો પણ એવો કાઢે છે જેમાંથી પ્રેરણા લેવાનું મન થાય.’
નાટકમાં મમ્મીનું કૅરૅક્ટર પ્રતિમા ટી. કરે છે. નાટકના દિગ્દર્શક અને લેખક મેહુલ બુચ કહે છે, ‘પ્રતિમા ટી. આ સબ્જેક્ટ માટે એકદમ આડઇલ કાસ્ટ‌િંગ છે. હું એમ કહીશ તેઓ ઍક્ટિંગ નથી કરતાં, પણ જેવાં છે એવું પર્ફોર્મ કરી રહ્યાં છે.’
‘મમ્મી ફિટ, સેન્ચુરી હિટ’નો શુભારંભ આજે ૯ વાગ્યે પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમથી થશે.

Loading...

Tags

gujarat
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK