Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Gujarat 11:ડેઈઝી શાહની ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પુરુ,ઓક્ટોબરમાં રિલીઝ

Gujarat 11:ડેઈઝી શાહની ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પુરુ,ઓક્ટોબરમાં રિલીઝ

19 August, 2019 02:59 PM IST | અમદાવાદ

Gujarat 11:ડેઈઝી શાહની ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પુરુ,ઓક્ટોબરમાં રિલીઝ

ડેયઝી શાહ સાથે ડિરેક્ટર જયંત ગિલાટર

ડેયઝી શાહ સાથે ડિરેક્ટર જયંત ગિલાટર


મોસ્ટ અવેઈટેડ ગુજરાતી ફિલ્મ 'ગુજરાત 11' વિશે મહત્વના સમાચાર આવ્યા છે. લાંબા સમયથી આ ફિલ્મ વિશે ચર્ચા ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે 'ગુજરાત 11'નું શૂટિંગ પુરુ થઈ ચૂક્યુ છે. અને ફિલ્મ ઓક્ટોબર એન્ડમાં દિવાળીના પર્વે રિલીઝ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ સાથે ડેયઝી શાહ ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરી રહી છે. ફિલ્મમાં ડેયઝી શાહની સામે ટેલેન્ટેડ એક્ટર પ્રતીક ગાંધી છે. ફિલ્મને જાણીતા ડિરેક્ટર જયંત ગિલાટરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મની સ્ટોરી પણ જયંત ગિલાટરે જ લખી છે.

એચ. જી પિક્ચર્સ, પ્રોફાઈલ એન્ટરટેઈનમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રાઈવેટ લિમિટેડની સાથે વાય ટી એન્ટરટેઈનમેન્ટ લિમિટેડ તેમજ જે. જે. ક્રિએશન ફિલ્મ 'ગુજરાત 11' પ્રસ્તુત કરી રહ્યા છે. ફિલ્મને હરેષ પટેલ, એમ. એસ. જોલી અને જયંત ગિલાટરે પ્રોડ્યુસ કરી છે.



daisy shah


આ ફિલ્મની ખાસ વાત એ છે કે 'ગુજરાત 11' પહેલી ગુજરાતી સ્પોર્ટ્સ ફિલ્મ છે. સાથે જ ઈન્ડસ્ટ્રીમાં પણ એવી ચર્ચા છે કે આ મોસ્ટ એક્સપેન્સિવ ગુજરાતી ફિલ્મ છે. જો કે આ ફિલ્મનું બજેટ કેટલું છે તેનો કોઈ આંકડો સામે નથી આવ્યો. ફિલ્મમાં ડેયઝી શાહ અને પ્રતીક ગાંધીની સાથે કવિન દવે પણ દેખાશે. કવિન દવે આ પહેલા બે યાર અને કિક સહિતની ફિલ્મોમાં દેખાયા હતા. આ ઉપરાંત ફિલ્મમાં 250 એક્ટર્સ અને ફૂટબોલ પ્લેયર્સે એક્ટિંગ કરી છે. ફિલ્મના ડિરેક્ટર જયંત ગિલાટરે આપેલી માહિતી પ્રમાણે ફિલ્મના શૂટિંગમાં રોજ સેટ પર 300થી વધુ લોકોનું યુનિટ કામ કરતું હતું. ફિલ્મમાં ડેયઝી શાહ ફૂટબોલ કોચની ભૂમિકા ભજવી રહી છે જે જુવેનાઈલ ક્રિમિનલ્સને ફૂટબોલ દ્વારા સુધારવાનો પ્રયત્ન કરે છે. આ ફિલ્મમાં સ્પોર્ટ્સની સાથે સાથે બુરાઈથી સારપ સુધી પહોંચવાની જર્ની પણ દેખાશે.

 આ પણ વાંચોઃ Urvashi Solanki:જુઓ 'વિજયપથ'ની ગુજરાતી ગોરીનો કામણગારો અંદાજ 


મહત્વની વાત એ છે કે ફિલ્મ દિવાળીની આસપાસ ઓક્ટોબર એન્ડમાં રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મ બોલીવુડ એક્ટ્રેસ ડેયઝી શાહની પહેલી ગુજરાતી ફિલ્મ છે. તો જયંત ગિલાટરની પણ નટસમ્રાટ પછીની આ પહેલી ફિલ્મ છે. આ પહેલા તેઓ જૂહી ચાવલા અને શબાના આઝમી સ્ટારર 'ચૉક એન્ડ ડસ્ટર' ડિરેક્ટ કરી ચૂક્યા છે. ત્યારે દર્શકોને પણ તેમની ફિલ્મ પાસેથી મોટી અપેક્ષા છે.

Whatsapp-channel Whatsapp-channel

19 August, 2019 02:59 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK