ગ્રૅન્ડ કાર્નિવલ સૉન્ગનો થશે સૂર્યવંશીમાં ઉમેરો

Published: Nov 02, 2019, 17:35 IST | ઉપાલા કે.બી.આર. | મુંબઈ ડેસ્ક

ફિલ્મના ક્લાઇમૅક્સમાં ‘સિંઘમ’નો અજય દેવગન, ‘સિમ્બા’નો રણવીર સિંહ અને ‘સૂર્યવંશી’નો અક્ષયકુમાર એકસાથે જોવા મળશે.

મુંબઈ : રોહિત શેટ્ટી ‘સૂર્યવંશી’માં ગ્રૅન્ડ કાર્નિવલ સૉન્ગનો ઉમેરો કરશે. રોહિતની મોટા ભાગની ફિલ્મોમાં ભવ્ય ગીત ખાસ આકર્ષણ જગાવે છે. આ જ કારણ છે કે આ મહિનાના અંતમાં અક્ષયકુમાર અને કૅટરિના કૈફને લઈને હૈદરાબાદના રામોજી સિટીમાં ગીતનું શૂટિંગ કરવામાં આવશે. આ ગીતમાં ‘ગોલમાલ અગેઇન’ અને ‘સિમ્બા’ના ટાઇટલ ટ્રૅકનો પણ ઉમેરો કરવામાં આવશે. ગીતમાં ફિલ્મની પૂરી ટીમની સાથે ૩૦૦ બૅકગ્રાઉન્ડ ડાન્સર્સ પણ જોવા મળશે. આ ફિલ્મનાં કેટલાંક ઍક્શન દૃશ્યો પણ હૈદરાબાદમાં શૂટ કરવામાં આવશે. ફિલ્મના ક્લાઇમૅક્સમાં ‘સિંઘમ’નો અજય દેવગન, ‘સિમ્બા’નો રણવીર સિંહ અને ‘સૂર્યવંશી’નો અક્ષયકુમાર એકસાથે જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK