ગોવિંદાના દીકરા યશર્વધન અહુજાની ગાડીનો અકસ્માત થતા અભિનેતાના દીકરાના હાથમાં નજીવી ઈજા થઈ છે. બુધવારે રાત્રે જુહુ વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ અકસ્માત થયો હતો. અકસ્માત થયો ત્યારે યશર્વધનનો ડ્રાઈવર પણ સાથે હતો. અન્ય કાર યશર્વધનની કાર સાથે અથડાતા અકસ્માત થયો હતો. કોઈને ગંભીર ઈજા નથી થઈ.
અભિનેતા ગોવિંદાએ ઈન્ડિયનએક્સપ્રેસ.કૉમને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મારો દીકરો યશર્વધન ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે અચાનક બીજી ગાડી સામે આવી જતા અકસ્માત થયો હતો. તેને હાથ પર ઈજા થઈ છે પણ ચિંતા કરવા જેવી કોઈ બાબત નથી. કાર પર થોડાક લિસોટા પડયા છે.
અકસ્માતની જાણ થતા જ ગોવિંદા ઘટનાસ્થળે પહોચી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે, યશર્વધનની કારનો જે ગાડી સાથે અકસ્માત થયો તે કાર યશ રાજમાંથી હતી. બન્ને જણે પરસ્પર સમજુતીથી પરિસ્થિતિ સંભાળી લીધી હતી. તેમજ બન્નેમાંથી કોઈએ પોલીસમાં કેસ નોંધાવ્યો નથી.
મીડિયમ્સ કરતાં પણ કન્ટેન્ટને વધુ મહત્ત્વ આપે છે સુધાંશુ પાન્ડે
15th January, 2021 09:07 ISTઉત્કર્ષા નાઈકે લોકોની ટૅલન્ટને મંચ આપવા માટે નાનકડું થિયેટર શરૂ કર્યું છે
15th January, 2021 09:02 ISTપંડ્યા સ્ટોરનું શૂટિંગ સોમનાથમાં શરૂ
15th January, 2021 08:54 ISTથૅન્ક ગૉડ, લોકો સાયકોલૉજિકલ થ્રિલર્સ જોતા થયા
15th January, 2021 08:47 IST