Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુહાના બનશે સની દેઓલની સિસ્ટર

સુહાના બનશે સની દેઓલની સિસ્ટર

31 October, 2012 05:41 AM IST |

સુહાના બનશે સની દેઓલની સિસ્ટર

સુહાના બનશે સની દેઓલની સિસ્ટર




‘સસુરાલ ગેંદા ફૂલ’ જેવી સિરિયલમાં સુહાનાનો રોલ કરીને ભારે લોકપ્રિયતા મેળવનાર ટેલિવિઝન-ઍક્ટ્રેસ રાગિણી ખન્નાને બૉલીવુડમાં મોટો બ્રેક મળ્યો છે. રાગિણીને ડિરેક્ટર અનિલ શર્માએ પોતાની આગામી ફિલ્મમાં હીરો સની દેઓલની બહેનનો દમદાર રોલ ઑફર કર્યો છે.

રાગિણીને સાઇન કરવાના પોતાના નિર્ણય વિશે વાત કરતાં અનિલ શર્મા કહે છે, ‘તે બહુ સારી ઍક્ટ્રેસ છે અને તેનો ચહેરો પણ બહુ સંવેદનશીલ છે. હું એવી ઍક્ટ્રેસની શોધમાં હતો જે સારી રીતે આ મજબૂત પાત્ર ભજવી શકે અને રાગિણી એના માટે એકદમ યોગ્ય છે. ફિલ્મમાં રાગિણી ભલે હીરોની બહેન હોય, પણ તેનો રોલ ટચૂકડો નથી. ફિલ્મમાં તેનો રોલ બહુ અગત્યનો છે. ફિલ્મમાં ભાઈ-બહેનના સંબંધનો અલાયદો મજબૂત ઇમોશનલ ટ્રૅક છે.’

રાગિણી ડિસેમ્બર મહિનાથી ઇન્દોરમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે અને પછી તમામ કલાકારો ભોપાલ શિફ્ટ થઈ જશે.


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2012 05:41 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK