Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગોવિંદાની દીકરી નર્મદાની કરીઅર ફરી પાછી ઠેલાઈ

ગોવિંદાની દીકરી નર્મદાની કરીઅર ફરી પાછી ઠેલાઈ

05 September, 2012 05:29 AM IST |

ગોવિંદાની દીકરી નર્મદાની કરીઅર ફરી પાછી ઠેલાઈ

ગોવિંદાની દીકરી નર્મદાની કરીઅર ફરી પાછી ઠેલાઈ


narmadaગોવિંદાની દીકરી નર્મદા છેલ્લાં કેટલાંક વર્ષોથી ફિલ્મોમાં કરીઅર બનાવવાનું પ્લાનિંગ કરી રહી છે, પણ કોઈ ને કોઈ કારણોસર એમાં વિઘ્ન આવી રહ્યાં છે. આખરે થોડા સમય પહેલાં ગોવિંદાએ જાહેરાત કરી હતી કે દીકરીને લૉન્ચ કરવા માટે તે પોતાના બૅનર હેઠળ ફિલ્મ બનાવશે. તે ટૂંક સમયમાં આની જાહેરાત કરવાનો જ હતો, પણ હવે તેણે આ જાહેરાત કરવાનું ફેબ્રુઆરી મહિના સુધી ટાળી દીધું હોવાને કારણે નમþતાની કરીઅર એટલી પાછળ ઠેલાઈ ગઈ છે.

છેલ્લાં કેટલાંક વર્ષથી નર્મદા બૉલીવુડમાં કરીઅર લૉન્ચ કરવાનું આયોજન કરી રહી છે. પહેલાં તે ડિરેક્ટર લવલી સિંહની ફિલ્મમાં બૉક્સર વિજેન્દર સિંહની હિરોઇન બનવાની હતી, પણ કમનસીબે આ ફિલ્મ હજી સુધી શરૂ જ નથી થઈ શકી. આ ફિલ્મમાં હીરો તરીકે વિજેન્દર સિંહ પછી વિનોદ ખન્નાના ભત્રીજા અખિલ કપૂરને સાઇન કરવામાં આવ્યો હતો, પણ આમ છતાં આ ફિલ્મ ડબ્બામાં પડી રહી છે.



આ સંજોગોમાં ગોવિંદાએ દીકરી માટે ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું નક્કી કર્યું હતું. આ પહેલાં ગોવિંદાએ ૨૦૦૫માં ‘સુખ’ નામની ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી, પણ એને સદંતર નિષ્ફળતા મળી હતી. એક વાર કડવો અનુભવ થયો હોવા છતાં ગોવિંદા દીકરી માટે ફરીથી આ સાહસ કરવા માટે તૈયાર થયો હતો. જોકે હવે આ ફિલ્મના પ્રોડક્શન વિશે જાહેરાત કરતાં ગોવિંદાએ કહ્યું હતું કે ‘હું ફેબ્રુઆરી સુધી આ ફિલ્મની જાહેરાત કરી શકું એમ નથી. હું આની જાહેરાત યોગ્ય સમયે કરવા માગું છું. હાલમાં હું પહલાજ નિહલાનીની ફિલ્મ ‘અવતાર’ના શૂટિંગમાં વ્યસ્ત છું. હું ઇચ્છું છું કે આ ફિલ્મ રિલીઝ થઈ જાય એ પછી જ હું મારા પ્રોડક્શન-હાઉસની ફિલ્મની જાહેરાત કરું.’


Whatsapp-channel Whatsapp-channel

05 September, 2012 05:29 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK