Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણવીર સિંહની પ્રશંસા કરતાં ગોવિંદાએ કહ્યું...

રણવીર સિંહની પ્રશંસા કરતાં ગોવિંદાએ કહ્યું...

17 March, 2020 12:07 PM IST | Mumbai
Agencies

રણવીર સિંહની પ્રશંસા કરતાં ગોવિંદાએ કહ્યું...

ગોવિંદા

ગોવિંદા


ગોવિંદાએ રણવીર સિંહને સુપરસ્ટાર કહ્યો છે. એક અવૉર્ડ શોમાં રણવીર સિંહે ગોવિંદાની ખૂબ પ્રશંસા કરી હતી. રણવીરે ગોવિંદાને તેની પ્રેરણા જણાવ્યો હતો એટલું જ નહીં, તેણે એમ પણ જણાવ્યું હતું કે ગોવિંદાથી પ્રભાવિત થઈને જ તેણે ઍક્ટર બનવાનું પસંદ કર્યું હતું. એથી ગોવિંદા પણ ખૂબ ભાવુક થયો હતો. રણવીર સિંહની પ્રશંસા કરતો એક વિડિયો ઇન્સ્ટાસ્ટોરી પર ગોવિંદાએ શૅર કર્યો હતો. વિડિયોમાં ગોવિંદાએ કહ્યું હતું કે ‘હું તને એક અવૉર્ડ શોમાં મળ્યો હતો. તારો ડાન્સ જોયો અને મને તેં જે માન આપ્યું છે એને લઈને હું ખૂબ પ્રભાવિત થયો હતો. એક વ્યક્તિ તરીકે અને એક ઍક્ટર તરીકે તારી પ્રશંસા કરવા માટે મારી પાસે શબ્દો ખૂટી ગયા છે. મને માન આપવા બદલ થૅન્ક યુ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તું આ ઇન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર બની જાય. મેં આ પહેલાં પણ કહ્યું છે અને તારી ફિલ્મોના પર્ફોર્મન્સને જોઈ હું કહી શકું છું કે તું સુપરસ્ટાર બની રહ્યો છે. તને નવી-નવી ઊંચાઈઓ પર જોઈને મને ખૂબ જ ખુશી થાય છે. તું ખૂબ સફળતા પ્રાપ્ત કરે. ભગવાનની કૃપા તારા પર વરસે. ઑલ ધ બેસ્ટ.’


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2020 12:07 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK