Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડેવિડ ધવન સાથેના મતભેદોને લઈને છલકાયું ગોવિંદાનું દર્દ

ડેવિડ ધવન સાથેના મતભેદોને લઈને છલકાયું ગોવિંદાનું દર્દ

31 July, 2019 06:05 PM IST | મુંબઈ ડેસ્ક

ડેવિડ ધવન સાથેના મતભેદોને લઈને છલકાયું ગોવિંદાનું દર્દ

ગોવિંદાએ ઠાલવ્યું દુઃખ

ગોવિંદાએ ઠાલવ્યું દુઃખ


અભિનેતા ગોવિંદા ફરી એક વાર ચર્ચામાં છવાયો છે. તેણે પોતાના ફિલ્મી સફર સાથે જોડાયેલી વાતો શેર કરી છે. મુખ્યત્વે ડાયરેક્ટ અને પ્રૉડ્યૂસર ડેવિડ ધવન સાથે પોતાની બૉન્ડિંગને લઈને તેણે ઘણી વાતો કરી છે જેની સાથે તેણે 17 હિટ ફિલ્મો કરી.

હકીકતે એક ટીવી શોમાં પહોંચેલા ગોવિંદાએ ડાયરેક્ટર અને પ્રૉડ્યૂસર ડેવિડ ધવનને લઇને કહી દીધું કે ડેવિડનો દીકરો પણ તેની સાથે 17 ફિલ્મો નહીં કરી શકે.



જ્યારે ગોવિંદાને પૂછવામાં આવ્યું કે ડેવિડ ધવન સાથે તેણે ઘણાં વર્ષોથી વાત નથી કરી અને આટલી બધી હિટ ફિલ્મો આપ્યાં છતાં બન્ને સાથે કામ નથી કરતાં. આના જવાબમાં ગોવિંદાએ કહ્યું કે, "આ સવાલ ત્યારે જ પૂછી શકાય જ્યારે તેમનો દીકરો (વરુણ ધવન) તેમની સાથે 17 ફિલ્મો કરે."


એટલું જ નહીં ગોવિદાએ આ પણ ઊમેર્યું કે, "મને નથી લાગતું કે તેનો દીકરો તેની સાથે 17 ફિલ્મો કરી શકે. કારણકે આખરે તે ડેવિડ ધવનનો દીકરો છે. તે ભણેલો ગણેલો છે."

આગળ ગોવિંદાએ કહ્યું કે તેણે સંજય દત્તના કહેવા પર ડેવિડ ધવન સાથે કામ કર્યું હતું. કારણકે ગોવિંદા પંજાબી લોકો સાથે તે સમયે કામ કરતો હતો. ગોવિંદાએ કહ્યું કે, "મને ડેવિડ પસંદ હતા અને અમે ઘણી હિટ ફિલ્મો આપી. હું મારા સંબંધીઓને પણ આ રીતે ટ્રીટ નથી કરતો જે રીતે ડેવિડને કર્યો. અહીં સુધી કે મારો ભાઈ ડાયરેક્ટર છે મેં તેની સાથે 17 ફિલ્મો નથી કરી."


આ પણ વાંચો : Mumtaz:70ના દાયકાની શાનદાર અભિનેત્રી જુઓ આજે કેવા લાગે છે

જણાવીએ કે ગોવિંદા અને ડેવિડ ધવનની જોડીએ હિન્દી ફિલ્મોને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. જેમાં પાર્ટનર, કુલી નંબર 1, હીરો નં.1, શોલા ઓર શબનમ જેવી ફિલ્મોના નામ મોખરે છે.

Whatsapp-channel Whatsapp-channel

31 July, 2019 06:05 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK