Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'Good Newwz': અક્ષય-કરીનાની ફિલ્મનું ટ્રેલર છે મજેદાર, જુઓ તમે પણ..

'Good Newwz': અક્ષય-કરીનાની ફિલ્મનું ટ્રેલર છે મજેદાર, જુઓ તમે પણ..

18 November, 2019 02:15 PM IST | Mumbai

'Good Newwz': અક્ષય-કરીનાની ફિલ્મનું ટ્રેલર છે મજેદાર, જુઓ તમે પણ..

ફિલ્મના ટ્રેલરનું એક દ્રશ્ય

ફિલ્મના ટ્રેલરનું એક દ્રશ્ય


વર્ષ પુરું થાય તે પહેલા ફરી એકવાર અક્ષય કુમાર મોટા પડદા પર મલ્ટી સ્ટારર ફિલ્મ સાથે આવવા માટે તૈયાર છે. અક્ષય કુમારની સાથે કરીના કપૂર, કિયારા અડવાણી અને દિલજીત દોસાંજ છે. ફિલ્મ 27 ડિસેમ્બરે રીલિઝ થશે. ટ્રેલરને જોતા લાગે છે કે અક્ષય કુમાર વર્ષના અંતે ફરી એકવાર બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવશે.

રાજ મહેતાની ગુડ ન્યૂઝની કહાની આઈવીએફથી થતી પ્રેગનેન્સી પર આધારિત છે. જેમાં કૉમેડી સાથે આઈવીએફને લઈને જાણકારી આપવામાં આવી છે. ફિલ્મના ટ્રેલર અનુસાર અક્ષય અને કરીના એક કપલ છે જ્યારે દિલજીત દોસાંજ અને કિયારા પણ કપલના રૂપમાં છે.

ફિલ્મનું ટ્રેલર મજેદાર છે. ટ્રેલરના અનુાસર, તેમાં બે બત્રા પરિવારની કહાની છે અને આઈવીએફ દરમિયાન તેમના સ્પર્મ એક્સચેન્જ થઈ જાય છે અને કહાનીને આગળ વધારી શકે છે. ફિલ્મમાં કૉમેડી, ઈમોશન્સ ભરપૂર જોવા મળશે.

આ પણ જુઓઃ સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો



ફિલ્મ મેકર્સ જાણકારી આપી હતી કે ફિલ્મનું ટ્રેલર 12 વાગ્યે રીલિઝ કરવામાં આવશે. જે બાદ આજે 12 વાગ્યે તેને યૂટ્યૂબ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું નિર્માણ કરણ જોહરની કંપનીએ કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2019 02:15 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK