લગ્નની સીઝનમાં અક્ષય કુમારની ફિલ્મ ગુડ ન્યૂઝનું નવું ગીત સૌદા ખરા ખરા રિલીઝ થઈ ગયું છે. મસ્તી ભરેલા ગીતોમાં અક્ષય કુમાર ક્યારેક જમીન પર લેટીને તો ક્યારેક ઘોડી પર બેસીને દુલ્હા સાથે નાગિન ડાન્સ કરતો દેખાય છે. ગીતમાં દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી પણ ડાન્સ કરી રહી છે.
અક્ષયે ગીતનો વીડિયો શૅર કરીને લખ્યું છે - તમારા હાથને ઉપર કરીને જોડો. ગુડ ન્યૂઝ 27 ડિસેમ્બરના રિલીઝ થઈ રહી છે. સૌદા ખરા-ખરા ગીતની શરૂઆત દિલજીત અને કિયારા એક લગ્નમાં ડાન્સ કરવાના દ્રશ્ય સાથે હોય છે. આના પછી પાર્ટીમાં સિંગર સુખબીર પહોંચે છે, જેમણે આ ગીતના ઓરિજિનલ વર્ઝનને અવાજ આપ્યો છે. આના પછી અક્ષય કુમારની ધમાકેદાર એન્ટ્રી થાય છે અને તે પોતાના નાગિન ડાન્સ સ્ટેપ્સથી માહોલને અલગ જ રંગ આપે છે.
Throw your hands up & join in!🙌🏻 #SaudaKharaKhara out now - https://t.co/TQtRhPjb6O#GoodNewwz #KareenaKapoorKhan @diljitdosanjh @Advani_Kiara @karanjohar @apoorvamehta18 @ShashankKhaitan @raj_a_mehta @NotSoSnob @Sukhbir_Singer @dhvanivinod @DJLIJO @Dj_Chetas @kumaarofficial
— Akshay Kumar (@akshaykumar) December 3, 2019
રાજ મેહતા નિર્દેશિત ફિલ્મ સ્પર્મ એક્સચેંજના નવા વિષય પર આધારિત છે. ફિલ્મમાં કરીના કપૂર ખાન અને અક્ષય કુમાર પતિ-પત્નીના પાત્રમાં દેખાશે. તો, કિયારા અડવાણીની પેરિંગ દિલજીત દોસાંઝ સાથે છે. બન્ને જોડીઓની સરનેમ બત્રા છે, જેને કારણે આઇવીએફ પ્રક્રિયા દરમિયાન તેમના સ્પર્મ બદલાઇ જાય છે. ફિલ્મમાં ઓ વિષયને કૉમિક અંદાજમાં બતાવવામાં આવ્યું છે. ગુડ ન્યૂઝનું નિર્માણ કરણ જોહરે કર્યું છે. ફિલ્મના ટ્રેલરને પણ ખૂબ જ સરસ રિસ્પોન્સ મળ્યો હતો.
આ પણ વાંચો : આટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો
અક્ષય કુમારની આ વર્ષે આ ચોથી ફિલ્મ રિલીઝ છે. આ પહેલા કેસરી, મિશન મંગલ અને હાઉસફુલ 4 રિલીઝ થઈ ચૂકી છે. આ બધી ફિલ્મોએ બૉક્સ ઑફિસ પર જબરજસ્ત સફળતા મેળવી હતી. કેસરીએ જ્યાં 150 કરોડથી વધું કલેક્શન કર્યું, તો મિશન મંગલ અને હાઉસફુલ 4એ 200 કરોડના ક્લબમાં એન્ટ્રી લીધી હતી. ગુડ ન્યૂઝ 2019ની છેલ્લી મોટી રિલીઝ છે અને માનવામાં આવે છે કે અક્ષયની આ ફિલ્મ સાથે 2019ની પણ હેપ્પી એન્ડિંગ હશે. આ વર્ષ અક્ષય માટે ખૂબ જ સારું પુરવાર થયું છે અને તે સૌથી સફળ એક્ટર બનવાના રસ્તે છે.
રામ સેતુમાં અક્ષયકુમાર સાથે જોવા મળશે જૅકલિન અને નુશરત?
5th March, 2021 11:44 ISTઅહાન શેટ્ટીનું પોસ્ટર લૉન્ચ કર્યું અક્ષયકુમારે
3rd March, 2021 11:46 ISTAkshay Kumar વિરૂદ્ધ નોટિસ દાખલ, ફિલ્મ 'રૂસ્તમ'થી જોડાયેલો છે મામલો
27th February, 2021 17:36 ISTબચ્ચન પાન્ડેનું અક્ષય સાથેનું શેડ્યુલ પૂરું કર્યું ક્રિતી સૅનને
23rd February, 2021 11:44 IST