Good Newwz Box Office Collection Day 8: કરી આટલી કમાણી...

Published: Jan 04, 2020, 15:04 IST | Mumbai Desk

આ ફિલ્મમાં અક્ષય કુમાર, કરીના કપૂર, કિયારા અડવાણી અને દિલજીત દોસાંઝની મજેદાર એક્ટિંગ દર્શકોને પણ ખૂબ જ પસંદ આવી રહી છે.

27 ડિસેમ્બરના સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ગુડ ન્યૂઝ બૉક્સ ઑફિસમાં જબરજસ્ત પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, કરીના કપૂર, કિયારા અડવાણી અને દિલજીત દોસાંઝની મજેદાર એક્ટિંગ દર્શકોને પણ ખૂબ જ પસંદ આવી રહી છે.

ફિલ્મ ગુડ ન્યૂઝે ગુરુવાર સુધી પહેલા અઠવાડિયે 127.60 કરોડ રૂપિયાનું સુંદર બૉક્સ ઑફિસ કલેક્શન કર્યું હતું, જેના પછી હવે શુક્રવારનું કલેક્શન પણ સામે આવી ચૂક્યું છે. ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે તાજેતરમાં જ ફલિ્મના શુક્રવારના કલેક્શનની માહિતી આપી છે. ક્રિટિક પ્રમાણે ગુડ ન્યૂઝે રિલીઝ બાદ પહેલા શુક્રવારે 8.10 કરોડની સારી કમાણી કરી છે. આની સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 136 કરોડ રૂપિયા થઈ ચૂક્યું છે.

જણાવીએ કે શુક્રવારે સિનેમાઘરોમાં ગુડ ન્યૂઝ સાથે બે નવી રિલીઝ ભંગડા પાલે અને સબ કુશલ મંગલ હૈ પણ ટક્કરમાં હતી, પણ ગુડ ન્યૂઝે બૉક્સ ઑફિસ પર પોતાની પકડ જાળવી રાખી છે. આ ફિલ્મના આઠમાં દિવસનું કલેક્શન નવી રિલીઝ થયેલી બન્ને ફિલ્મોના ઓપનિંગ કલેક્શનથી વધારે છે.

અંદાજો લગાડવામાં આવી રહ્યો છે કે ગુડ ન્યૂઝ ટૂંક સમયમાં જ 150 રૂપિયાનો આંકડો પાર કરવાની છે. ફિલ્મના અત્યાર સુધીના કલેક્શનની વાત કરીએ તો, ગુડ ન્યૂઝે 27 ડિસેમ્બર રિલીઝના દિવસે 17.56 કરોડ રૂપિયાની જબરજસ્ત ઓપનિંગ કરી હતી.

ગયા વીકએન્ડ કલેક્શનની વાત કરવામાં આવે તો ગુડ ન્યૂઝે શનિવારે 21.78 કરોડ રૂપિયા, રવિવારે 25.65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આની સાથે જ સોમવારે 13.41 કરોડ, મંગળવારે 16.20 કરોડ, બુધવારે 22.50 કરોડ, ગુરુવારે 10.80 કરોડની કમાણી કરી હતી. અને આ શુક્રવારે 8.10 કરોડ રૂપિયા કલેક્ટ કર્યા પછી વીકએન્ડ બાદ આ ફિલ્મ 150 કરોડ રૂપિયા ટૂંક સમયમાં જ ક્રૉસ કરી શકે છે.

આ પણ વાંચો : Natasa Stankovic: આટલી ગ્લેમરસ છે હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ, જુઓ ફોટોઝ

રાજ મેહતા દ્વારા નિર્દેશિત ફિલ્મ ગુડ ન્યૂઝ બત્રા ફેમિલીધ પર આધારિત છે. જેની સાથે એક અજીબ અકસ્માત થઈ જાય છે. ફિલ્મમાં કરીના કપૂર-અક્ષય કુમાર અને દિલજીત દોસાંઝ-કિયારા અડવાણી પતિ પત્નીનું પાત્ર ભજવી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK