Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Good Newwz Box Office Collection Day 11: બીજા સોમવારે પણ મળી ગુડ ન્યૂઝ

Good Newwz Box Office Collection Day 11: બીજા સોમવારે પણ મળી ગુડ ન્યૂઝ

07 January, 2020 03:28 PM IST | Mumbai Desk

Good Newwz Box Office Collection Day 11: બીજા સોમવારે પણ મળી ગુડ ન્યૂઝ

Good Newwz Box Office Collection Day 11: બીજા સોમવારે પણ મળી ગુડ ન્યૂઝ


2019ના છેલ્લા શુક્રવારે રિલીઝ થયેલી અક્ષય કુમાર અને કરીના કપૂર ખાનની ફિલ્મ ગુડ ન્યૂઝનો પ્રવાસ નવા વર્ષમાં પણ ચાલું જ છે. બીજા વીકએન્ડ બાદ સોમવારે ફિલ્મે શાનદાર કલેક્શન કર્યું. ટ્રેન્ડને જોતાં જાણકારો માને છે કે ગુડ ન્યૂઝ 200 કરોડના ક્લબમાં એન્ટ્રી લઈ શકે છે. તો, ઓવરસીઝમાં પણ ગુડ ન્યૂઝ સારું પ્રદર્શન કરી રહી છે.

બીજા સોમવારે ગુડ ન્યૂઝે 5.40 કરોડનું કલેક્શન કર્યું છે, જેને મલીને 11 દિવસમાં 11 દિવસનું નેટ કલેક્શન 167.50 કરોડ થઈ ચૂક્યું છે. 200 કરોડ ક્લબમાં દાખલ થવા માટે ફિલ્મને હવે 32.50 કરોડ જોઇએ. બીજા શુક્રવારે ફિલ્મ 8.10 કરોડ જમા કર્યા હતા, જ્યારે શનિવારે 11.70 કરોડ અને રવિવારે 14.40 કરોડ જમા કર્યા.




પહેલા અઠવાડિયે 127 કરોડની ગુડ ન્યૂઝ
ગુડ ન્યૂઝે પહેલા અઠવાડિયે ગુડ ન્યૂઝ આપી દીધી હતી. ફિલ્મે 127.90 કરોડનું કલેક્શન કર્યું હતું. 27 ડિસેમ્બરના રિલીઝ થયેલી ગુડ ન્યૂઝે 17.56 કરોડની ઓપનિંગ કરી હતી. પહેલા શનિવારે ફિલ્મે 21.78 કરોડ અને રવિવારે 25.65 કરોડનું શાનદાર કલેક્શન કર્યું હતું. પહેલા સોમવારે ફિલ્મે 13.41 કરોડ અને મંગળવારે 16.20 કરોડનું કારોબાર કર્યું હતું. 2020ના પહેલા દિવસે રજા હોવાને કારણે ફિલ્મના કલેક્શનમાં ઉછાળો આવ્યો, જેને કારણે બુધવારે ફિલ્મે 22.50 કરોડ જમા કરી લીધા હતા. ગુરુવારે ગુડ ન્યૂઝે 10.80 કરોડનું કલેક્શન કર્યું હતું.


ઓવરસીઝમાંથી પણ આવી ગુડ ન્યૂઝ

અક્ષય કુમારની ફિલ્મ ગુડ ન્યૂઝ બૉક્સ ઑફિસની સાથે-સાથે ઓવરસીઝમાં પણ કમાલ દર્શાવી રહી છે. ટ્રેડ જાણકારો પ્રમાણે, ગુડ ન્યૂઝે 5 જાન્યુઆરી સુધી ઓવરસીઝમાં 8.34 મિલિયન ડૉલર એટલે કે લગભગ 59.97 કરોડનું કલેક્શન કરી લીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓવરસીઝમાં અશ્રય કુમાર માટે આ અત્યાર સુધીનું સૌથી મોટું કલેક્શન છે. ઓવરસીઝમાં ગુડ ન્યૂઝ, 2019ની ચોથી હાઇએસ્ટ ગ્રૉસર ફિલ્મ બની છે. આથી આગળ વૉર, ભારત અને ગલી બૉય જ છે.

આ પણ વાંચો : બિપાશા બાસુએ આ રીતે સાબિત કર્યું કે તે પણ છે એક ફેમિલી ગર્લ

ગુડ ન્યૂઝને રાજ મેહતાએ નિર્દેશિત કરી છે. ફિલ્મમાં અક્ષયની સાથે સાથે કરીના કપૂર ખાન, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મની સ્ટોરી આઇવીએફ પ્રક્રિયા દરમિયાન સ્પર્મ એક્સચેંજ હોવાની થીમ પર આધારિત છે. ટ્રેડ જાણકારોનું માનવું છે કે જે ગતિથી ફિલ્મ આગળ જઈ રહી છે, તે પ્રમાણે બૉક્સ ઑફિસ પર આ સુપર હિટ થઈ શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

07 January, 2020 03:28 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK