Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગોળકેરીના ડાયરેક્ટર વિરલ શાહ આ વર્ષે બર્થ ડે કેવી રીતે ઉજવશે?

ગોળકેરીના ડાયરેક્ટર વિરલ શાહ આ વર્ષે બર્થ ડે કેવી રીતે ઉજવશે?

27 August, 2020 03:56 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગોળકેરીના ડાયરેક્ટર વિરલ શાહ આ વર્ષે બર્થ ડે કેવી રીતે ઉજવશે?

વિરલ શાહ

વિરલ શાહ


ગોળકેરી અને મિડનાઈટ્સ વિથ મેનકા જેવી ફિલ્મ ડાયરેક્ટર કરનારા વિરલ શાહ (Viral Shah)નો 28મી ઑગસ્ટે બર્થ ડે છે. પોતાનો બર્થ ડે કઈ રીતે ઉજવશે તે વિશે વિરલ શાહે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું કે, ‘મારો તો જીવ બળી રહ્યો છે કારણ કે હું ફ્રેન્ડ્સ સાથે ગોવા જવાનો હતો. પરંતુ બર્થ ડે પહેલા હું એક બ્રાન્ડ કમર્શિયલ માટે શૂટિંગ કરી રહ્યો છું. આ ફિલ્મ મારે અઠવાડિયામાં પુરી કરવાની છે. તેથી ગોવાનો પ્લાન પડતો મૂકાયો છે. હું મારા ક્લોઝ ફ્રેન્ડ્સને મળીને કેક કાપીશ, વાઈનની બોટલ ઑપન કરીશ અને ઘણી બધી બોર્ડ ગેમ્સ રમીશ.’




વિરલ શાહનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. આ બાબતે તેમણે કહ્યું કે, ‘હું ડાયરેક્ટર એક્સિડન્ટથી બન્યો છે. મે પ્રોડક્શન હાઉસ પાંચ વર્ષ પહેલા મારા બિઝનેસ પાર્ટનર માસૂમેહ મખીજા સાથે શરૂ કર્યું હતું. અમારા વિચારો એક હતા પરંતુ અમે લેખકોને સમજાવતા તો તેઓ ફેરફારની વાત કરતા. આથી અમે પોતાનું જ પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું. ધ ક્રિયેટિવ ટ્રાઈબ નામના અમારા પ્રોડક્શન હાઉસમાં અમે વિવિધ કમર્શિયલ બ્રાન્ડ્સ માટે અમે પ્રોડ્ક્શન હાઉસથી વીડિયો કન્ટેન્ટ એજન્સી બન્યા છીએ. પહેલા અમે લોંગ ફોર્મેટ ફિક્શન કન્ટેન્ટ બનાવતા હતા, જોકે ટૂંક સમયમાં અમે ફિલ્મ પ્રોડ્ક્શન પણ કરીશું.


કંપની શરૂ કરવા પાછળનું કારણ ફક્ત પ્રોડ્યુસર બનવાનું જ નહીં પરંતુ ક્રિયેટિવ લોકોને એક મંચ ઉપર લાવવાનો છે.’વિરલ શાહે તેમના આગામી પ્રોજેક્ટ્સ બાબતે જણાવ્યું કે, ‘લૉકડાઉનમાં મે ત્રણ મહિના સુધી એક ફિલ્મ લખી છે, પરંતુ ડ્રાફ્ટ મારી સેમ્પલ ઓડિયન્સ સાથે મેળ નહીં ખાતા તેને પડતી મૂકી છે. મારા મગજમાં ઘણા વિચારો છે. ઘણા બધા લોકો સાથે હું વાતચિત કરું છું. આ વર્ષના અંત સુધીમાં કે આવતા વર્ષની શરૂઆતમાં મારે કઈ ફિલ્મ લેવી તે બાબતે હું એક મહિનામાં નક્કી કરી લઈશ.’

Whatsapp-channel Whatsapp-channel

27 August, 2020 03:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK