સાથે દેખાઈ જાઓ એનો એ અર્થ નથી કે તમે ડેટિંગ કરી રહ્યાં છો : સોનાક્ષી સિંહા

Published: 22nd November, 2014 04:18 IST

આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં રિલીઝ થનારી ‘તેવર’માં સાથે કામ કરી રહેલાં અજુર્ન કપૂર અને સોનાક્ષી સિંહાના પ્રેમપ્રકરણની વાત લાંબા સમયથી સમાચારોમાં છવાયેલી છે.

એવામાં જ્યારે સોનાક્ષીને તેના અને અજુર્નના પ્રેમપ્રકરણ વિશે પૂછવામાં આવ્યું તો જવાબમાં સોનાક્ષીએ કહ્યું કે ‘આ મુદ્દા પર વાત કરવા જેવું શું છે. હું અને અજુર્ન એક જ સ્કૂલમાં ભણેલાં છીએ અને તે મારો સિનિયર છે. સ્કૂલનું ભણતર પતી ગયા બાદ તો એકબીજાના સંપર્કમાં પણ નહોતાં. પણ હા, જ્યારે તેની પહેલી ફિલ્મ રિલીઝ થઈ ત્યારે મેં તેને શુભકામનાઓ મોકલી હતી, કારણ કે મારી પહેલી ફિલ્મની રિલીઝ વખતે તેણે પણ મને શુભકામનાઓ મોકલી હતી. અજુર્ન મારા ઘરની પાછળ જ જમણી બાજુના ઘરમાં રહે છે એટલે પાડોશી સાથે વાતચીત કરવી અને સાથે ફિલ્મો જોવા જવું કંઈ નવી વાત નથી અને એ જ ન્યાયે તમે કોઈની સાથે દેખાઈ જાઓ તો એનો એ મતલબ નથી કે તમે ડેટિંગ કરી રહ્યા છો.’થોડા સમય પહેલાં અજુર્ન અને સોનાક્ષી પોતાના મિત્રો સાથે ઇસ્તનબુલમાં જોવા મળ્યાં હતાં જેના કારણે આ બન્ને ઍક્ટરો વચ્ચે પ્રેમપ્રકરણ ચાલી રહ્યું હોવાની વાતે જોર પકડ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK