તા થૈયા રાસ ગરબા માટે થઈ જાઓ તૈયાર

Published: 14th October, 2020 21:38 IST | Harsh Desai | Mumbai

વરાત્રિ આવી ગઈ છે અને એટલે જ હું પણ આવી ગઈ છું. નવરાત્રિ આવી રહી હોય ત્યારે ઘરમાં રહેવું ખૂબ મુશ્કેલ છે.

તા થૈયા રાસ ગરબા માટે થઈ જાઓ તૈયાર
તા થૈયા રાસ ગરબા માટે થઈ જાઓ તૈયાર

ભૂમિ ત્રિવેદી, નૈતિક નાગડા અને ડીજે રિન્ક દ્વારા નવરાત્રિ માટે હાલમાં જ એક ગીતનું શૂટિંગ કરવામાં આવ્યું છે. આ ગીત છે ‘તા થૈયા રાસ ગરબા’. આ ત્રણેય તેમના ફીલ્ડમાં ઉત્તમ છે અને તેમણે સાથે મળીને આ ગીતનું શૂટિંગ રવિવારે કર્યું હતું. આ ગીતને પ્રોડ્યુસ ડીજે રિન્કે કર્યું છે જેની ગણતરી ઇન્ડિયાના નંબર-વન ડીજેમાં થાય છે. નૈતિક તેના ઢોલ માટે જાણીતો છે અને ભૂમિ પણ તેના અવાજ માટે જાણીતી છે. આ વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘નવરાત્રિ આવી ગઈ છે અને એટલે જ હું પણ આવી ગઈ છું. નવરાત્રિ આવી રહી હોય ત્યારે ઘરમાં રહેવું ખૂબ મુશ્કેલ છે. આ કોરોના વાઇરસ આપણો મૂડ ખરાબ ન કરે એ માટે હું નૈતિક નાગડા અને ડીજે રિન્ક સાથે એક ગીત લઈને આવી છું.’
આ વિશે નૈતિકે કહ્યું હતું કે ‘૬ મહિનાના સમય બાદ પર્ફોર્મ અને શૂટ કરવાની ફીલિંગ ખૂબ જ અદ્ભુત હતી. આ બે ટૅલન્ટેડ લેડીઝ સાથે કામ કરીને ખૂબ મજા આવી હતી. આશા છે કે એરેગીબી સાથેના આ પ્રોજેક્ટને લોકો પસંદ કરશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK