Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું શૂટિંગ કરીશ તો રિતેશે ઘરે બેસીને બાળકો સાચવવાં પડશે : જેનિલિયા

હું શૂટિંગ કરીશ તો રિતેશે ઘરે બેસીને બાળકો સાચવવાં પડશે : જેનિલિયા

26 December, 2018 03:06 PM IST |

હું શૂટિંગ કરીશ તો રિતેશે ઘરે બેસીને બાળકો સાચવવાં પડશે : જેનિલિયા

મરાઠી ફિલ્મના એક ગીતમાં પતિ રિતેશ દેશમુખ સાથે જેનેલિયા ડિસોઝા

મરાઠી ફિલ્મના એક ગીતમાં પતિ રિતેશ દેશમુખ સાથે જેનેલિયા ડિસોઝા


ઉપાલા કેબીઆર

જેનિલિયા દેશમુખનું કહેવું છે કે જો તેણે ફિલ્મમાં કામ શરૂ કર્યું તો તેના પતિ રિતેશ દેશમુખે ઘરે બેસીને બાળકોને સાચવવાં પડશે. જેનિલિયા છેલ્લે ૨૦૧૬માં આવેલી ‘ર્ફોસ’માં નાનકડી ભૂમિકામાં જોવા મળી હતી. ત્યાર બાદ તે ફિલ્મોમાંથી ગાયબ થઈ ગઈ હતી. તે ફિલ્મોથી દૂર રહી ફૅમિલી પર ધ્યાન આપી રહી છે. તેણે રિતેશની મરાઠી ફિલ્મ ‘માઉલી’ના એક ગીતમાં કામ કર્યું છે. રિતેશ પણ ઇચ્છે છે કે તે ફરી ફિલ્મમાં કામ કરે. આ વિશે વધુ જણાવતાં રિતેશે કહ્યું હતું કે ‘એક પ્રોડ્યુસર તરીકે હું તેને ફિલ્મમાં જોવા માગું છું. કદાચ મરાઠી ફિલ્મમાં અમે સાથે કામ કરીશું અને એ માટે એક પર્ફેક્ટ સ્ક્રીપ્ટની રાહ જોઈ રહ્યાં છીએ.’



જેનિલિયાને મરાઠી ફિલ્મો ખૂબ જ પસંદ છે અને તેનું કહેવું છે કે થોડાં વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાં ભારે બદલાવ આવ્યો છે. આ વિશે વધુ જણાવતાં જેનિલિયાએ કહ્યું હતું કે ‘હું રીજનલ સિનેમાની મેઇનસ્ટ્રીમ અને ઑફબીટ બન્ને ફિલ્મો કરી ચૂકી છું. મને મરાઠી ફિલ્મોની સ્ટોરીઝ ખૂબ જ પસંદ છે. અમારા પ્રોડક્શન-હાઉસમાં જ્યારે ‘માઉલી’ની સ્ટોરી આવી હતી ત્યારે હું આર્યમાં પડી ગઈ હતી. મેં સાઉથની એવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે જેમાંની ઘણી ફિલ્મો અહીં કોઈ પ્રોડ્યુસ નહીં કરે. મારે ‘માઉલી’ જેવી કમર્શિયલ ફિલ્મમાં કામ કરવું છે.’



બાળકો રિઆન અને રાહિલના કારણે તે ફિલ્મોમાં કામ નથી કરી રહી. આ વિશે વધુ જણાવતાં જેનિલિયાએ કહ્યું હતું કે ‘હું ફિલ્મોમાં કમબૅક કરું તો હું સંપૂર્ણ કમિટમેન્ટ સાથે કરીશ. એવું નહીં કે હું ફિલ્મ કરવા પૂરતી કરું. જો હું શૂટિંગ કરીશ તો રિતેશે ઘરમાં બેસી બાળકોને સાચવવાં પડશે. અમે પહેલેથી જ નક્કી કરી રાખ્યું છે કે અમારે અમારાં બાળકોને કેવી રીતે ઉછેરવાં છે. એ સમયે અમારાં બાળકો નાનાં હોવાથી ઘરની બહાર નીકળવું શક્ય નહોતું.’


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2018 03:06 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK