રિતેશ સાથે ફરી કામ કરવા ઇચ્છે છે જેનિલિયા

Published: 12th October, 2020 18:14 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

રિતેશ અને જેનિલિયાએ તેમની કરીઅરની શરૂઆત સાથે કરી હતી

રિતેશ અને જેનિલિયા
રિતેશ અને જેનિલિયા

જેનિલિયા દેશમુખની ઇચ્છા છે કે તે પતિ રિતેશ દેશમુખ સાથે ફરી જલદી કામ કરે. રિતેશ અને જેનિલિયાએ તેમની કરીઅરની શરૂઆત સાથે કરી હતી. તેઓ પહેલી વાર એકમેકને તેમની પહેલી ફિલ્મ 2003માં આવેલી ‘તુઝે મેરી કસમ’ના સેટ પર મળ્યાં હતાં. ત્યાર બાદ તેમણે ‘મસ્તી’ અને ‘તેરે નાલ લવ હો ગયા’માં સાથે કામ કર્યું હતું. ફરી સાથે કામ કરવા વિશે જેનિલિયાએ કહ્યું હતું કે ‘ઘણો લાંબો સમય થઈ ગયો છે. આશા રાખું છું કે અમે ફરી સાથે કામ કરીએ. હું હાલમાં ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ વાંચી રહી છું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK