ગીતાબેન રબારીએ ઈમોશનલ મેસેજ લખી પતિને વીશ કરી મેરેજ એનિવર્સરી

અમદાવાદ | May 09, 2019, 14:28 IST

કચ્છની કોયલ તરીકે જાણીતા ગુજરાતી ગાયિકા ગીતાબેન રબારી આજે લગ્નતિથિ ઉજવી રહ્યા છે. ગીતાબેન રબારીની આજે મેરેજ એનિવર્સરી છે.

ગીતાબેન રબારીએ ઈમોશનલ મેસેજ લખી પતિને વીશ કરી મેરેજ એનિવર્સરી

કચ્છની કોયલ તરીકે જાણીતા ગુજરાતી ગાયિકા ગીતાબેન રબારી આજે લગ્નતિથિ ઉજવી રહ્યા છે. ગીતાબેન રબારીની આજે મેરેજ એનિવર્સરી છે. ત્યારે ગીતાબેને ઈન્સ્ટાગ્રામ પર ઈમોશનલ મેસજે શૅર કરીને પતિ પૃથ્વી રબારીના આજના દિવસની શુભેચ્છા આપી છે. તો પૃથ્વી રબારીએ પણ બંનેનો સાથે ફોટો પોસ્ટ કરી ઈન્સ્ટાગ્રામ પર જ ગીતાબેન રબારીને મેરેજ એનિવર્સરી વીશ કરી છે.

 ગીતાબેન રબારીએ પતિ પૃથ્વી રબારી સાથેનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. આ ફોટોની સાથે તેમણે પતિ માટે ખાસ મેસેજ લખ્યો છે. ગીતાબેન રબારીએ લખ્યું છે,'ઢગલાબંધ ખામીઓ હોવા છતાં, તે મને હંમેશા પરફેક્ટ ફીલ કરાવ્યું મેં હજારો ભૂલો કરી હોવા છતાંય તે હું હંમેશા બેસ્ટ હોવાની ફીલિંગ આપી. આ એક જન્મમાં હું તને ક્યારેય આટલો આભાર નહીં માની શકું. હું તારી ખૂબ ખૂબ આભારી છું. હેપ્પી મેરેજ એનિવર્સરી માય ડિયર.'

 

તો ગીતાબેન રબારીના પતિ પૃથ્વી રબારીએ પણ ઈન્સ્ટાગ્રામ પર જ પોસ્ટ કરીને લગ્નજીવનની શુભેચ્છા પાઠવી છે. પૃથ્વી રબારીએ એક કાર્યક્રમ દરમિયાનનો ફોટો શૅર કર્યો છે. પૃથ્વી રબારીએ લખ્યું છે,'મારા જીવનમાં તું આવી એટલે હું ખૂબ જ ખુશ છું. દરેક રીતે તું મને પૂર્ણ કરે છે. બધા માટે ખૂબ આભાર. હેપ્પી મેરેજ એનિવર્સરી ટુ માય લવલી વાઈફ.'

આ પણ વાંચોઃ Geeta Rabari:5મા ધોરણથી ગાય છે કચ્છની કોયલ, જાણો અજાણી વાતો

ઉલ્લેખનીય છે કે ગીતાબેન રબારી ગુજરાતના જાણીતા સિંગર છે. ગીતાબેન રબારીને ડાયરામાં લાઈવ સાંભળવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડે છે. રોણ શેરમા એ ગીતાબેન રબારીનું સૌથી વધુ ફેમસ સોંગ છે.

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK