સંજીવનીમાં લીડ રોલ માટે ગૌરવ ચોપડાની થશે એન્ટ્રી

Published: Jan 19, 2020, 12:04 IST | Mumbai Desk

હું નવુ પરિવર્તન, નવો તબક્કો, નવી સ્ટોરી સાથે શોમાં દેખાવાનો છું. એને લઈને હું ખૂબ એક્સાઇટેડ પણ છું. સાથે જ એ વાતને લઈને થોડી ગભરામણ પણ છે કે દર્શકો મારા પાત્રને કેવી રીતે સ્વીકારશે.

ગૌરવ ચોપડા હવે ‘સંજીવની’માં અગત્યનાં રોલમાં જોવા મળવાનો છે. સ્ટાર પ્લસ પર આવતા આ મેડિકલ ડ્રામામાં મોહનીશ બહલ અને રોહિત રૉયની ઍક્સિટ થઈ ગઈ છે. આ શોનાં ક્રિએટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ તાજેતરમાં જ આ વાતની પૂષ્ટિ કરી હતી. આ શોમાં પોતાની એન્ટ્રી વિશે ગૌરવ ચોપડાએ કહ્યું હતું કે ‘ગયા વર્ષે હું જ્યારે ‘દેવદાસ’ કરી રહ્યો હતો ત્યારે સિદ્ધાર્થ મારી પાસે તેની વાઇફ સાથે આવ્યો હતો. એ વખતે તેણે મને જણાવ્યું હતું કે તેણે તેનાં દિમાગમાં મારા માટે કંઇક વિચારીને રાખ્યુ છે. થોડા સમય બાદ જ તે‌ણે મને બોલાવ્યો અને મારા કૅરૅક્ટરને લઈને ચોખવટ કરી હતી. મેં એ રોલ વિશે સાંભળ્યુ અને સરળતાથી હું મારી જાતને એ પાત્ર ભજવતા જોવા લાગ્યો હતો.’

મોહનીશ બહલ અને રોહિત રૉયની એક્ઝિટ બાદ ગૌરવની એન્ટ્રી થવાની છે. એ સંદર્ભે ગૌરવ ચોપડાએ કહ્યું હતું કે ‘બે સિનીયર ઍક્ટર્સ મોહનીશ બહલ અને રોહિત રૉય બાદ હું આ શોમાં આવી રહ્યો છું. હું વધુ કંઇ નથી કહી શકતો કારણ કે તેમનો ટ્રેક તો મારી એન્ટ્રી પહેલા જ પૂરો થઈ જાય છે. હું નવુ પરિવર્તન, નવો તબક્કો, નવી સ્ટોરી સાથે શોમાં દેખાવાનો છું. એને લઈને હું ખૂબ એક્સાઇટેડ પણ છું. સાથે જ એ વાતને લઈને થોડી ગભરામણ પણ છે કે દર્શકો મારા પાત્રને કેવી રીતે સ્વીકારશે.’

Loading...
 

સંબંધિત સમાચાર

     
    Loading...
    Loading...
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK