Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ક્રિસમસ વેડિંગ કરશે ગૌહર ખાન

ક્રિસમસ વેડિંગ કરશે ગૌહર ખાન

02 December, 2020 03:48 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિસમસ વેડિંગ કરશે ગૌહર ખાન

ગૌહર ખાન, ઝૈદ દરબાર

ગૌહર ખાન, ઝૈદ દરબાર


ગૌહર ખાન તેના બૉયફ્રેન્ડ ઝૈદ દરબાર સાથે ક્રિસમસ વેડિંગ કરી રહી છે. તેમણે હાલમાં જ સોશ્યલ મીડિયા પર તેમની રિલેશનશિપની જાહેરાત કરી હતી અને ત્યાર બાદ સગાઈની પણ તેમણે જાહેરાત કરી હતી. તેણે હાલમાં જ સોશ્યલ મીડિયા પર એક કાર્ડ શૅર કરીને લખ્યું હતું કે તેઓ ૨૫ ડિસેમ્બરે લગ્ન કરી રહ્યાં છે. તેણે શૅર કરેલા કાર્ડમાં ગૌહરે લખ્યું હતું કે ‘2020નું વર્ષ ખૂબ જ સામાન્ય રહ્યું હતું, પરંતુ અમારી લવ સ્ટોરી ખૂબ જ એક્સ્ટ્રા ઑર્ડિનરી રહી છે. મને એ જણાવીને ખૂબ જ ખુશી થઈ રહી છે કે અમે લગ્ન કરીને અમારી નવી મુસાફરી શરૂ કરી રહ્યાં છીએ. અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે આ સેરેમનીને અમારી ફૅમિલી પૂરતી જ મર્યાદિત રાખી છે. તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે અને તમારા તરફથી હંમેશાં મળેલા સપોર્ટ માટે હું આભારી છું. અમે એવી આશા રાખીએ છીએ કે દરેક વ્યક્તિને તેમનો સારો જીવનસાથી મળે અને દરેક દિલને ધડકવા માટે એક સારું કારણ મળે.’


Whatsapp-channel Whatsapp-channel

02 December, 2020 03:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK