Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જૈદ દરબારના ભાઈ-બહેને થનારા ભાભી ગૌહર ખાનનું આ રીતે કર્યું સ્વાગત

જૈદ દરબારના ભાઈ-બહેને થનારા ભાભી ગૌહર ખાનનું આ રીતે કર્યું સ્વાગત

10 November, 2020 09:09 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જૈદ દરબારના ભાઈ-બહેને થનારા ભાભી ગૌહર ખાનનું આ રીતે કર્યું સ્વાગત

તસવીર સૌજન્યઃ ગૌહર ખાનનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

તસવીર સૌજન્યઃ ગૌહર ખાનનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ


Bigg Boss 7 વિજેતા ગૌહર ખાન ટૂંક સમયમાં બૉયફ્રેન્ડ જૈદ દરબાર સાથે લગ્ન કરવાની છે. ડાન્સ કોરિયોગ્રાફર જૈદ મ્યુઝિક કમ્પોઝર ઇસ્માઇલ દરબારના દીકરા છે.




ગૌહરે થોડા દિવસ પહેલાં જ પોતાની સગાઈનું અનાઉન્સમેન્ટ કરીને લગ્નના સમાચારને લીલી ઝંડી આપી હતી. હવે જૈદના ભાઈ-બહેનોએ ગૌહરનું પરિવારમાં સ્વાગત કર્યું છે. જૈદ દરબારના નાના ભાઈ અવેઝ દરબાર અને નાની બહેન અનમ દરબાર પોપ્યુલર વીડિયો ક્રિએટર અને ડાન્સર છે. બંનેએ હાલમાં જ થનારા ભાભી ગૌહર ખાન અને જૈદ દરબાર માટે 'વાહ- વાહ રામ જી'ના સોન્ગ પર ડાન્સ પરફોર્મ કર્યો હતો. આ દરમ્યાન ગૌહર ઘણી શરમાતી દેખાઈ.


અવેઝ દરબારે ગૌહરનું સ્વાગત કરતો એક વીડિયો તેના ઇન્સ્ટા પર શૅર કરીને લખ્યું કે, 'અભિનંદન ગાજા. દુઆ કરું છું કે અલ્લાહ હંમેશાં ખુશ રાખે અને તમને બંનેને કોઈની નજર ન લાગે. ઇન્શાઅલ્લાહ, આમીન, સુમ્મા આમીન.' આ કપલને સોશિયલ મીડિયા પર પરિવારે ગાજા (ગૌહર- જૈદ) નામ આપ્યું છે. ગૌહર ખાને હાલમાં જ તેના ઇન્સ્ટા પર જૈદ સાથેના ફોટો શેર કરીને દિવાળીની શુભકામના આપી હતી. ગૌહર અને જૈદ તેમના સોશિયલ મીડિયા પર એકબીજા સાથેના ફોટોઝ શેર કરતા રહે છે.

 
 
 
View this post on Instagram

?♥️ @gauaharkhan

A post shared by Zaid Darbar (@zaid_darbar) onNov 4, 2020 at 9:38pm PST

જૈદ દરબાર 24 ડિસેમ્બરે નિકાહ કરશે. ફેમિલીના નજીકના લોકોની હાજરીમાં મુંબઈમાં હોટલમાં લગ્ન થશે. બે દિવસ સુધી ફંક્શન હશે. જૈદના ભાઈ બહેન પહેલાં તેની માતાએ ગૌહરનું પરિવારમાં સ્વાગત કર્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

10 November, 2020 09:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK