Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પદ્માવત કરતાં પણ વધુ ભવ્ય અને સુંદર હશે ગંગુબાઈ કાઠિયાવાડીનો સેટ?

પદ્માવત કરતાં પણ વધુ ભવ્ય અને સુંદર હશે ગંગુબાઈ કાઠિયાવાડીનો સેટ?

22 November, 2019 12:05 PM IST | Mumbai

પદ્માવત કરતાં પણ વધુ ભવ્ય અને સુંદર હશે ગંગુબાઈ કાઠિયાવાડીનો સેટ?

સંજયલીલા ભણસાલી

સંજયલીલા ભણસાલી


સંજયલીલા ભણસાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નો સેટ ‘પદ્માવત’ કરતા અતિશય ભવ્ય અને સુંદર છે એવી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા મળવાની છે. સંજયલીલા ભણસાલીની ફિલ્મોનો સેટ ખૂબ જ આકર્ષક અને મનોહર હોય છે. તેમની છેલ્લી ફિલ્મો જેવી કે ‘ગોલિયોં કી રાસલીલા: રામ-લીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’નાં સેટ પણ ખાસ્સા ભવ્ય રહ્યા છે. એવામાં હવે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે પણ તેઓ કોઈ કચાશ છોડવા નથી માગતાં. એવુ કહેવાય છે કે આ સેટની નજીકથી જ્યારે આલિયા પસાર થઈ હતી તો તે સેટને જોઈને ખૂબ જ અચંબામાં પડી ગઈ હતી. ૨૦૨૦ની ૧૧ સપ્ટેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં અજય દેવગન નાનકડી ભૂમિકામાં જોવા મળે એવી ચર્ચા છે.

આ પણ વાંચો : લોકોને એક તાંતણે બાંધી શકાય એવી ફિલ્મો બનાવવાની જરૂર છે : અમિતાભ



અજય દેવગને આ અગાઉ ૧૯૯૯માં આવેલી સંજયલીલા ભણસાલીની ‘હમ દિલ દે ચુકે સનમ’માં કામ કર્યું હતું. જો આ ફિલ્મમાં અજય દેવગન જોવા મળે તો લગભગ વીસ વર્ષ બાદ સંજયલીલા ભણસાલી સાથે તેની જોડી જોવા મળશે. જયંતિલાલ ગડાનાં પૅન ઇન્ડિયા લિમીટેડ સાથે મળીને સંજયલીલા ભણસાલી આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2019 12:05 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK