Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આજે ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર ૨’નું ઝારખંડના ધનબાદમાં પ્રીમિયર

આજે ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર ૨’નું ઝારખંડના ધનબાદમાં પ્રીમિયર

07 August, 2012 05:51 AM IST |

આજે ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર ૨’નું ઝારખંડના ધનબાદમાં પ્રીમિયર

આજે ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર ૨’નું ઝારખંડના ધનબાદમાં પ્રીમિયર


dhanbadફિલ્મનાં અનેક પાત્રો આ જ વિસ્તારના રિયલ ગૅન્ગસ્ટર્સ પરથી લખવામાં આવ્યાં છે. આમાંથી કેટલાક રિયલ ગૅન્ગસ્ટર તો અત્યારે જેલમાં બંધ છે. ચર્ચા છે કે હાલમાં અનેક ગુનાઓના આરોપસર ધનબાદ જેલમાં બંધ ધનબાદનો નામચીન માફિયા ફહીમ ખાન પોતાના માણસો મારફત ડિરેક્ટર અનુરાગ કશ્યપની કોલસા-માફિયાઓ પર આધારિત ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ના બીજા ભાગ પર ચાંપતી નજર રાખી રહ્યો છે, કારણ કે બીજા ભાગની વાર્તાની પ્રેરણા તેની રિયલ લાઇફ પરથી લેવામાં આવી છે. જોકે આનાથી ડરવાને બદલે અનુરાગે હવે આ ફિલ્મનું પ્રીમિયર ધનબાદમાં જ રાખવાનો નિર્ણય લીધો છે.

 



અનુરાગ કશ્યપે પોતે આજે યોજાનારા પ્રીમિયરમાં હાજરી આપવાને સમર્થન આપ્યું છે. જોકે પહેલાં આ ફિલ્મનું મ્યુઝિક ધનબાદમાં રિલીઝ કરવાનું આયોજન હતું, પણ સુરક્ષાનાં કારણોસર આયોજન રદ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં મહત્વનો રોલ ભજવનાર નવાઝુદ્દીન સિદ્દીકી અત્યારે બિપાશા બાસુ સાથે ફિલ્મ ‘આત્મા’ના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી ધનબાદના પ્રીમિયરમાં હાજરી નહીં આપી શકે.


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2012 05:51 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK