ગંદી બાત એક્ટ્રેસ Gehana Vasisth પર લાગ્યો એડલ્ટ વીડિયો બનાવવાનો આરોપ

Published: 7th February, 2021 10:47 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેત્રી Gehana Vasisth મુશ્કેલીમાં આવી ગઈ છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમે તેની ધરપકડ કરી છે. Gehana Vasisth પર આરોપ છે કે તે એડલ્ટ વીડિયો બનાવતી હતી અને પોતાની વેબસાઈટ પર અપલોડ કરતી હતી.

અભિનેત્રી Gehana Vasisth
અભિનેત્રી Gehana Vasisth

અભિનેત્રી Gehana Vasisth મુશ્કેલીમાં આવી ગઈ છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમે તેની ધરપકડ કરી છે. Gehana Vasisth પર આરોપ છે કે તે એડલ્ટ વીડિયો બનાવતી હતી અને પોતાની વેબસાઈટ પર અપલોડ કરતી હતી. રવિવારે સવારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલે અભિનેત્રીની ધરપકડ કરી છે. આરોપ છે કે Gehana Vasisthએ 85થી વધારે પૉર્ન વીડિયોઝ બનાવ્યા છે અને તેને વેબસાઈટ પર શૅર પણ કર્યા છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના સમાચાર અનુસાર Gehana Vasisthને ક્રાઈમ બ્રાન્ચે ત્રણ લોકોની ફરિયાદ બાદ ધરપકડ કરી છે. આ ત્રણેય લોકોનો આક્ષેપ છે કે Gehana Vasisthએ તેમને એડલ્ટ ફિલ્મોમાં કામ કરવા માટે મજબૂર કર્યા છે. ફરિયાદના આધારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અભિનેત્રી વિરૂદ્ધ કાર્યવાહી કરી. અશ્લીલ વીડિયો બનાવવા અને વેબસાઈટ પર અપલોડ કરવાના આરોપમાં Gehana Vasisthને રવિવારે મુંબઈની એક કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

તેમ જ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના સમાચાર અનુસાર મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે Gehana Vasisthએ 87 એડલ્ડ વીડિયો બનાવ્યા છે અને તેણે પોતાની વેબસાઈટ પર અપલોડ કર્યા છે. તેને જોવા માટે Gehana Vasisthએ પેઈડ સબ્સક્રિપ્શન પણ રાખ્યું હતું, જેના માટે 2000 રૂપિયા ચૂકવવા પડશે. આની પહેલા પોલીસે જણાવ્યું કે શુક્રવારે મુંબઈના મલાડ-માલવણી વિસ્તારના મઢ સ્થિત ગ્રીન પાર્ક નામના એક બંગલા પર દરોડા પાડવામાં આવ્યા હતા.

આ સમય દરમિયાન પોલીસે બે અભિનેતા, એક લાઈટ મેન, એક મહિલા ફોટોગ્રાફર અને એક ગ્રાફિક ડિઝાઈનરની ધરપકડ કરી હતી. પોલીસે દરોડામાં હાઈ ડેફિનેશન વીડિયો કેમેરા, છ મોબાઈલ ફોન, એક લેપટૉપ, એક કેમેરા સ્ટેન્ડ અને વીડિયો ક્લિપ્સથી ભરેલો મેમરી કાર્ડ પણ કબજે કર્યો હતો.

મુંબઈ પોલીસથી મળેલી જાણકારી અનુસાર ક્રાઈમ બ્રાન્ચની ટીમ અન્ય મૉડલ, સહ-કલાકારો અને કેટલાક પ્રોડક્શન હાઉસની ભાગેદારીની પણ દેખરેખ રાખી રહી છે. આ તમામ પર એડલ્ટ ફિલ્મોને મોબાઈલ એપ્પ અને વેબસાઈટો પર સંપાદન કરીને અપલોડ કરવાનો આરોપ છે. નોંધનીય છે કે Gehana Vasisthએ ન ફક્ત એડલ્ટ ફિલ્મોમાં અભિનય કર્યું છે પરંતુ તેની નિર્માતા પણ રહી છે. તે લાંબા સમયથી એડલ્ટ ફિલ્મોને પ્રોડ્યૂસ કરી ચૂકી છે. તમને જણાવી દઈએ કે Gehana Vasisth પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક એકતા કપૂરની વેબ-સીરીઝ ગંદી બાતમાં અભિનય કરીને ઘણી ચર્ચામાં રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK