Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણબીર કપૂર મીડિયા-ક્રૂ પર હુમલો કરવા ધસી ગયો

રણબીર કપૂર મીડિયા-ક્રૂ પર હુમલો કરવા ધસી ગયો

14 November, 2014 03:50 AM IST |

રણબીર કપૂર મીડિયા-ક્રૂ પર હુમલો કરવા ધસી ગયો

 રણબીર કપૂર મીડિયા-ક્રૂ પર હુમલો કરવા ધસી ગયો


ranbir-kapoor


આ ઘટના બાબતે સૂત્રોએ જણાવ્યું હતું કે ‘રણબીર અને તેની કહેવાતી પ્રેમિકા કૅટરિના કૈફ તેમના બાંદરાના નવા ઘરમાં પ્રવેશ કરવા જતાં હતાં ત્યારે ટીવી-ક્રૂએ તેમનાં સહિયારાં દૃશ્યો ઝડપવાની કોશિશ કરી હતી. એ વખતે રણબીરે પિત્તો ગુમાવતાં તે મીડિયા-ટીમ તરફ ધસી ગયો હતો.’

રણબીરના વર્તન વિશે આ સૂત્રોએ જણાવ્યું હતું કે ‘બન્ને તેમના ઘરમાં પ્રવેશ કરતાં હતાં એ વખતે કોઈ ટીવી-ચૅનલની ટીમ તેમના ફોટોગ્રાફ્સ શૂટ કરતી હતી. એ જોઈને રોષે ભરાયેલો રણબીર તેમને ગાળો ભાંડતો-ભાંડતો તેમની દિશામાં ધસી ગયો હતો. ચૅનલના ક્રૂએ સામાન સમેટીને નાસવા માંડ્યું, પણ ગુસ્સો કાબૂમાં નહીં રાખી શકતો રણબીર તેમની પાછળ દોડ્યો પણ હતો. તેણે ચૅનલની કારમાં કૅમેરા-પર્સનની બૅકપૅક જોઈ તો એ પણ ઊંચકીને લઈ ગયો હતો.’

કપૂરખાનદાનના આ નબીરાએ કારના ડ્રાઇવરને ચૅનલના ક્રૂને ફોન કરીને બોલવવા કહ્યું હતું, પરંતુ ડ્રાઇવરે નોકરી પર પોતાનો પહેલો દિવસ હોવાનું કહીને માફી માગી હતી.

આ ઘટના બાબતે ટીવી-ક્રૂનાં નિકટનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ‘રણબીર અતિશય ગુસ્સામાં હતો. તેણે મીડિયા-પર્સન્સને ભગાડવા માટે સાવ ભૂંડી ગાળો દીધી હતી. રણબીર અને કૅટરિના નવી જગ્યામાં રહેવા ગયાં ત્યાર પછી અનેક મીડિયા-પર્સન્સ તેમની સહિયારી તસવીરો ઝડપવા, શૂટ કરવા પ્રયત્નશીલ છે. બુધવારે રણબીરે તેમની દખલગીરીને હળવાશથી લીધી નહીં અને તે ચૅનલની ટીમ પાછળ એ લોકો દેખાતા બંધ ન થાય ત્યાં સુધી દોડ્યો. તેણે કારમાંથી જે બૅકપૅક ઉપાડી એમાં કૅમેરામૅનનું વૉલેટ અને એની બીજી પર્સનલ વસ્તુઓ હતી. આ ઘટના વિશે કમેન્ટ માટે રણબીર ઉપલબ્ધ નહોતો.

આ પહેલી વખત નથી

એક વખત તેણે ઍરપોર્ટ પર મીડિયા સામે પિત્તો ગુમાવ્યો હતો. ડિસેમ્બર-૨૦૧૩માં તેણે ન્યુઝ-ચૅનલના ક્રૂ સામે ગુસ્સે થઈને તેમનો કૅમેરા છીનવી લીધો હતો અને પછીથી પાછો પણ આપી દીધો હતો. ગયા વર્ષે એક પત્રકારે તેને કૅટરિનાને બર્થ-ડે ગિફ્ટ શું આપી એ બાબતે પૂછ્યું ત્યારે તેણે ગુસ્સામાં કહ્યું હતું કે ‘ઇંગ્લિશમાં એક ફ્રેઝ છે - માઇન્ડ યૉર ઓન બિઝનેસ.’


Whatsapp-channel Whatsapp-channel

14 November, 2014 03:50 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK