દેવસા’બની અંતિમક્રિયા શનિ કે રવિવારે : અસ્થિ મુંબઈ લવાશે

Published: Dec 07, 2011, 08:56 IST

શનિવારે લંડનમાં ત્યાંના સમય મુજબ રાતના દસ વાગ્યાની આસપાસ હાર્ટઅટૅકને લીધે અવસાન પામેલા બૉલીવુડના સદાબહાર ઍક્ટર-પ્રોડ્યુસર-ડિરેક્ટર દેવ આનંદની અંતિમક્રિયા શનિવારે કે રવિવારે કરવામાં આવશે.

 

હોટેલમાં તેમને હાર્ટઅટૅક આવ્યો હોવાને લીધે લંડનના નિયમો અનુસાર મૃત્યુના સાત દિવસ પછી પાર્થિવ દેહ મૃતકના કુટુંબીજનોને સોંપવામાં આવે છે. આ કારણે જ હજી દિવસ ફાઇનલ કરવામાં નથી આવ્યો.

કુટુંબની એક નજીકની વ્યક્તિના કહેવા મુજબ લંડનમાં અંતિમક્રિયા માટે તેમનાં પત્ની કલ્પના કાર્તિક (મોના આનંદ) અને પુત્રી દેવિના ગઈ કાલે રાતે બ્રિટન માટે નીકળી ગયાં છે. તેમની અંતિમક્રિયા પછી મુંબઈમાં તેમની યાદગીરીમાં એક પ્રાર્થનાસભા રાખવામાં આવશે. બાંદરામાં આવેલા મેહબૂબ સ્ટુડિયોમાં આ પ્રાર્થનાસભાનું આયોજન થશે. આ સ્ટુડિયોમાં દેવ આનંદનો એક મેક-અપ રૂમ અત્યારે પણ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK