Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ગુજરાતી વેબસિરીઝ 'ફ્રેન્ડઝોન' ટૂંક સમયમાં થશે રિલીઝ

ગુજરાતી વેબસિરીઝ 'ફ્રેન્ડઝોન' ટૂંક સમયમાં થશે રિલીઝ

23 January, 2020 05:33 PM IST |

ગુજરાતી વેબસિરીઝ 'ફ્રેન્ડઝોન' ટૂંક સમયમાં થશે રિલીઝ

'ફ્રેન્ડઝોન'ના શૂટિંગ દરમિયાન (ડાબેથી) રાહુલ રાવલ, સંજય ગલસર અને યશ સોની

'ફ્રેન્ડઝોન'ના શૂટિંગ દરમિયાન (ડાબેથી) રાહુલ રાવલ, સંજય ગલસર અને યશ સોની


હાલના સમયમાં વેબસિરીઝ લોકપ્રિય થઈ રહી છે. નેટફ્લિક્સ પર આવેલી 'સેક્રેડ ગેમ્સ' હિટ થયા બાદ વેબસિરીઝનો આખો સિનારિયો ચેન્જ થયો છે. દર્શકો પણ હવે વેબસિરીઝ જોઈ રહ્યા છે, સ્વીકારી રહ્યા છે. ત્યારે ગુજરાતી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પણ હવે વેબસિરીઝ બની રહી છે. 'ફ્રેન્ડઝોન' નામની આ વેબ સિરીઝ ટૂંક સમયમાં રિલીઝ થશે.

આ વેબસિરીઝમાં તમને હાલમાં જ રિલીઝ થયેલી 'ચાલ જીવી લઈએ'ના સ્ટાર યશ સોની, કરસનદાસ પે એન્ડ યુઝના તિલોક ઉર્ફે મયુર ચૌહાણ દેખાશે. તો સાથે જ સંજય ગલસર, રાહુલ રાવલ અને શ્રદ્ધા ડાંગર જોવા મળશે. આ વેબસિરીઝને અર્ચના દેસાઈએ ડિરેક્ટ કરી છે. અર્ચના દેસાઈ આ પહેલા નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ 'રોંગ સાઈડ રાજુ' અને 'છેલ્લો દિવસ'ના એસોસિયેટ ડિરેક્ટર રહી ચૂક્યા છે.



on the set of friend zone


એક્ટર્સ સાથે ચર્ચા કરી રહેલા ડિરેક્ટર અર્ચના દેસાઈ

આ વેબસિરીઝના નામ પરથી તો તમને થોડોઘણો તો અંદાજ આવ્યો જ હશે, કે તેની સ્ટોરી શું છે ? ડિરેક્ટર અર્ચના દેસાઈ કહે છે,'આ વેબસિરીઝ આમ તો આ એક વનસાઈડેડ લવસ્ટોરી છે. એક એવા યુવાનની સ્ટોરી છે, જે પ્રેમમાં પડે છે અને ફ્રેન્ડ ઝોન થઈ જાય છે.' અર્ચના દેસાઈનું કહેવું છે કે આ વેબસિરીઝમાં ફ્રેન્ડ ઝોન થયા બાદ જે સંજોગો ઉભા થાય છે તેની મજા છે. અને ફ્રેન્ડ ઝોન થયા બાદ જે ઘટના બને છે તે દર્શકોને આનંદ કરાવશે.


તો યશ સોનીની આ બીજી વેબસિરીઝ છે. આ પહેલા તેઓ 'ટિનીયાગિરી' નામની વેબસિરીઝ કરી ચૂક્યા છે. જેને પણ હેનિલ ગાંધીએ જ લખી હતી. 'ફ્રેન્ડઝોન'નો સ્ટોરી અને કન્સેપ્ટ પણ હેનિલ ગાંધી અને અર્ચના દેસાઈનો છે. યશનું કહેવું છે કે આ એક લાઈટ હાર્ટેડ કોમેડી છે. હેનિલ આ પ્રોજેક્ટનો ભાગ છે એટલે મેં સ્ક્રીપ્ટ જોયા વગર જ હા પાડી દીધી હતી. તો યશને આશા છે કે ટિનિયાગિરીને પણ ધાર્યા કરતા સારો રિસ્પોન્સ મળ્યો હતો અને આ વેબસિરીઝ પણ લોકોને ગમશે.

આ પણ વાંચોઃચાલ જીવી લઈએ ખુલ્લા દિલથી જીવવાની વાત

છેલ્લો દિવસમાં નરેશ અને કરસનદાસમાં તિલોકના પાત્રમાં ધમાલ મચાવનાર મયુર ચૌહાણ ઉર્ફે માઈકલ આ વેબ સિરીઝમાં લવગુરુના પાત્રમાં જોવા મળશે. કોણ કોના પ્રેમમાં પડે છે અને શું સિચ્યુએશન સર્જાય છે તે જાણવા માટે તો તમારે વેબસિરીઝ જ જોવી પડશે. 5 એપિસોડની આ વેબસિરીઝ યુટ્યુબ પર રિલીઝ થશે.

 

Whatsapp-channel Whatsapp-channel

23 January, 2020 05:33 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK