ફોર મોર શૉટ્સ પ્લીઝમાં મમ્મીનું પાત્ર ભજવવા માટે રાજી નહોતી કીર્તિ કુલ્હારી

Published: Mar 21, 2020, 14:36 IST | Agencies | Mumbai

કીર્તિ કુલ્હારી ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની વેબ-સિરીઝ ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’માં મમ્મીનું પાત્ર ભજવવા માટે શરૂઆતમાં ખચકાઈ રહી હતી.

કીર્તિ કુલ્હારી
કીર્તિ કુલ્હારી

કીર્તિ કુલ્હારી ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની વેબ-સિરીઝ ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’માં મમ્મીનું પાત્ર ભજવવા માટે શરૂઆતમાં ખચકાઈ રહી હતી. આ સિરીઝમાં તે સિંગલ મધર અંજનાના પાત્રમાં જોવા મળી હતી. પહેલી સીઝનની સફળતા બાદ આ સિરીઝની બીજી સીઝન ૧૭ એપ્રિલે શરૂ થવાની છે. આ વિશે વિસ્તારપૂર્વક જણાવતાં કીર્તિએ કહ્યું હતું કે ‘સ્ક્રિપ્ટ વાંચ્યા બાદ મને એ વાતની શંકા હતી કે તેઓ કઈ રીતે એક મજેદાર પાત્રને બોલ્ડ સ્ટેટમેન્ટ સાથે રજૂ કરશે? મને એ વાતની પણ ચિંતા હતી કે મારે એક મમ્મીનું પાત્ર ભજવવાનું છે. હું એના માટે તૈયાર નહોતી. સાથે જ મને એ વાતનો પણ ડર હતો કે હું એક જ ભૂમિકામાં બંધાઈ જઈશ. આ બાબત ઇન્ડસ્ટ્રીમાં એક સર્વસામાન્ય બાબત છે. હું મારી જાતને સતત સવાલ પૂછતી હતી કે શું મારે આ રોલ સ્વીકારવો જોઈએ, જે ખરેખર મારી ઇમેજ બદલી નાખશે અને જે પ્રકારનું કામ અથવા તો તક મને મળે છે એના પર પણ અસર પહોંચાડશે. જોકે મારા હસબન્ડે મને આ પાત્ર ભજવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. હું સૌપ્રથમ તો એક કલાકાર છું એ વાત મને યાદ અપાવવાનું શ્રેય પણ તેને જ જાય છે. સાથે જ મારે મારી સીમાઓને તોડીને આગળ વધવું પડશે. જે પરિવર્તન વિશે હું હંમેશાં ચર્ચા કરું છું એનું માધ્યમ પણ મારે જ બનવું જોઈએ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK