બુસાન ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફોર મોર શૉટ્સ પ્લીઝ સીઝન 2ની ટીમને મળ્યો અવૉર્ડ

Published: 28th October, 2020 15:20 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

બુસાન ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2020ના ભાગરૂપે યોજાયેલા એશિયન કન્ટેન્ટ અવૉર્ડ્સ 2020માં ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ સીઝન 2’એ એક નવી સિદ્ધિ મેળવી છે.

ફોર મોર શૉટ્સ પ્લીઝ
ફોર મોર શૉટ્સ પ્લીઝ

બુસાન ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2020ના ભાગરૂપે યોજાયેલા એશિયન કન્ટેન્ટ અવૉર્ડ્સ 2020માં ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ સીઝન 2’એ એક નવી સિદ્ધિ મેળવી છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થયેલી આ સીઝનની કાસ્ટને બેસ્ટ રાઇઝિંગ સ્ટાર કૅટેગરીમાં અવૉર્ડ મળ્યો છે. કીર્તિ કુલ્હારી, માનવી ગાગરુ, સયાની ગુપ્તા અને બાની જેને આ અવૉર્ડ મળ્યો છે. 2020 ઇન્ટરનૅશનલ એમી અવૉર્ડ્સની બેસ્ટ કૉમેડી સિરીઝમાં પણ આ શોને નૉમિનેટ કરવામાં આવી હતી. આ માટેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સયાની ગુપ્તાએ કૅપ્શન આપી હતી કે ‘સેલિબ્રેટ કરવા માટે અમને વધુ એક કારણ મળી ગયું છે. મારી સિસ્ટર્સ સાથે હું બેસ્ટ રાઇઝિંગ સ્ટાર બની છું. બુસાન ફિલ્મ ફેસ્ટિવલના એશિયન કન્ટેન્ટ અવૉર્ડ્સમાં મને, માનવી ગાગરુ, કીર્તિ કુલ્હારી અને બાની જેને આ સન્માન મળ્યું છે. આ શક્ય બનાવવા માટે અને અમને એકદમ શાઇન કરનાર બનાવવા માટે હું ટીમનો આભાર માનું છું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK