સુશાંતની ભુતપુર્વ મેનેજરે ફિયાન્સ રોહન રાય સાથેના સંબંધોને લીધે કરી આત્મહત્યા?

Published: 15th June, 2020 14:43 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

દિશા સલિયને આઠ જુને મલાડમાં આવેલી એક હાઈરાઈઝ બિલ્ડિંગના 14માં માળેથી કુદીને આત્મહત્યા કરી હતી

દિશા સલિયન અને રોહન રાય
દિશા સલિયન અને રોહન રાય

સુશાંત સિંહ રાજપુત, ભારતી શર્મા જેવા સેલેબ્ઝની ભુતપુર્વ મેનેજર 28 વર્ષીય દિશા સલિયને આઠ જુને મલાડમાં આવેલી રિજન્ટ ગૅલેક્સી બિલ્ડિંગના 14માં માળેથી કુદીને આત્મહત્યા કરી હતી. અહેવાલોનું કહેવું છે કે, ફિયાન્સ રોહન રાય સાથેના સંબંધોમાં દિવસે ને દિવસે સમસ્યાઓ વધતી હોવાથી દિશાએ આત્મહત્યાનું પગલું ભર્યું હતું.

પેપિંગમુનના અહેવાલ પ્રમાણે, અનલૉક 1.0 શરૂ થયું ત્યારથી દિશા તેના ફિયાન્સ રોહન રાય સાથે રહેવા આવી હતી અને બન્ને જણ મલાડમાં રહેતા હતા. રોહન અને દિશા છેલ્લા છ વર્ષથી રિલેશનશિપમાં હતા અને બહુ જલ્દી લગ્ન પણ કરવાના હતા. પરંતુ દિશા અને રોહનની રિલેશનશિપમાં સમસ્યાઓ હતી અને રોહન સાથે સતત દિશાના ઝઘડા થતા હતા. એટલે દિશાએ આત્મહત્યા કરી હતી. જે રાત્રે દિશાએ આત્મહત્યા કરી એ રાત્રે રોહનના ફ્લેટમાં રોહન અને દિશા ટીવી ઈન્ડસ્ટ્રીના આઠ-દસ મિત્રો સાથે પાર્ટી કરી રહ્યાં હતા. પાર્ટીમાં રોહન અને દિશા વચ્ચે બહુ જોરદાર ઝઘડો થયો હતો, જેનો અવાજ તેમના મિત્રોએ પણ સાંભળ્યો હતો. ત્યારબાદ દિશા બેડરૂમમાં જતી રહી હતી અને તેણે દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. પછી થોડીવારમાં તેણે બારીમાંથી ઝંપલાવ્યું હતું.

અન્ય અહેવાલો દ્વારા એમ પણ જાણવા મળ્યું છે કે, દિશાનું મૃત્યુ આત્મહત્યા કરવાથી નહીં પણ નશામાં ધુત હોવાને કારણે બિલ્ડિંગ પરથી પડી જવાને લીધે થયું છે.

દિશા સલિયન બંટી સજદેહની 'કોર્નરસ્ટોન સ્પોર્ટસ એન્ડ એન્ટરટેઈનમેન્ટ લિમિટેડ' સાથે કામ કરતી હતી. દિશાનો ફિયાન્સ રોહન રાય અભિનેતા છે. તેણે ઝીફાઈવની વૅબ સિરિઝ 'બૉમ્બર્સ'માં મુખ્ય ભુમિકા ભજવી છે. તે સિવાય અનેક જાહેરાતોમાં પણ કામ કર્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK