Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણી અને તેના પતિની ડ્રગ્સ તસ્કરીના આરોપસર ધરપકડ

બૉલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણી અને તેના પતિની ડ્રગ્સ તસ્કરીના આરોપસર ધરપકડ

14 November, 2014 03:48 AM IST |

બૉલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણી અને તેના પતિની ડ્રગ્સ તસ્કરીના આરોપસર ધરપકડ

 બૉલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણી અને તેના પતિની ડ્રગ્સ તસ્કરીના આરોપસર ધરપકડ



mamta-kulkarni



કેટલીક ફિલ્મોમાં બેધડક દૃશ્યો આપીને ગુમનામીની ગર્તામાં ગુમ થઈ ગયેલી બૉલીવુડ ઍક્ટ્રેસ મમતા કુલકર્ણી અને તેના પતિ વિકી ગોસ્વામીની કેન્યા પોલીસે નશીલી દવાઓની દાણચોરીના આરોપસર ધરપકડ કરી છે. મમતા કુલકર્ણી અને વિકી ગોસ્વામીની મોમ્બાસામાં ધરપકડ કરવામાં આવી એ પછી ડ્રગ્સની દાણચોરીમાં તેમની ભૂમિકા બાબતે કેન્યા પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે.

૯૦ના દાયકાની હૉટ હિરોઇનો પૈકીની એક મમતા કુલકર્ણી લગ્ન બાદ તેના પતિ સાથે કેન્યામાં વસવાટ કરી રહી છે. વિકી ગોસ્વામી ડ્રગ્સની દાણચોરીના કેસમાં અગાઉ પણ સંડોવાયો હતો.

વિકી ગોસ્વામીની ૧૯૯૭માં દુબઈમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેને આજીવન કારાવાસની સજા ફરમાવવામાં આવી હતી. તેણે કારાવાસ દરમ્યાન ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. વિકી ગોસ્વામીને ૬૦ લાખ રૂપિયાની ડ્રગ્સની દાણચોરીના કેસમાં દુબઈમાં પકડવામાં આવ્યો એ પછી તેનો રિયલ એસ્ટેટનો બિઝનેસ મમતા કુલકર્ણી જ સંભાળતી હતી. વિકી ગોસ્વામી સુધરી ગયો છે એમ જાણીને ૨૦૧૨માં તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હોવાના સમાચાર સાથે મમતા કુલકર્ણી સતત ચર્ચામાં રહી હતી. તે સાધ્વી બની ગઈ હોવાના સમાચાર ગયા વર્ષે આવ્યા હતા.

શાહરુખ, સલમાન, સૈફ અને અક્ષયકુમારની હિરોઇન

મમતા કુલકર્ણીએ માત્ર ૧૯ વર્ષની વયે ૧૯૯૨માં ‘તિરંગા’ ફિલ્મથી બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. તેણે શાહરુખ ખાન, સલમાન ખાન, સૈફ અલી ખાન, ગોવિંદા અને અક્ષયકુમાર જેવા હીરો સાથે ‘આશિક આવારા’, ‘સબસે બડા ખિલાડી’ અને ‘ક્રાંતિવીર’ વગેરે અનેક ફિલ્મો કરી હતી. મમતા કુલકર્ણીએ ‘સ્ટારડસ્ટ’ મૅગેઝિન માટે કરાવેલું ટૉપલેસ ફોટોશૂટ એકદમ ચર્ચાસ્પદ બન્યું હતું. ૨૦૦૨ની સાલમાં અચાનક બ્રેક લઈને મમતા કુલકર્ણી ગાયબ થઈ ગઈ હતી. ૨૦૧૩માં મમતા કુલકર્ણીના કેટલાક ફોટા બહાર આવ્યા હતા, જેમાં તે સંન્યાસીના વેશમાં જોવા મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

14 November, 2014 03:48 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK