Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફોર્સ, દ્રશ્યમ મુવીના ડાયરેક્ટર નિશિકાંત કામતનું નિધન

ફોર્સ, દ્રશ્યમ મુવીના ડાયરેક્ટર નિશિકાંત કામતનું નિધન

17 August, 2020 05:41 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

ફોર્સ, દ્રશ્યમ મુવીના ડાયરેક્ટર નિશિકાંત કામતનું નિધન

નિશિકાંત કામત

નિશિકાંત કામત


જોન અબ્રાહમ(John Abraham)ની ફોર્સ(Force) અને અજય દેવગન(Ajay Devgn)ની દ્રશ્યમ(Drishyam) ફિલ્મના ડિરેક્ટર નિશિકાંત કામત(Nidhikant Kamat)નું 50 વર્ષની ઉંમરે લીવર સિરોર્સિસના લીધે નિધન થયું છે. આજે એટલે કે સોમવારે સવારે તેમના નિધનના ખોટાં સમાચાર વાયરલ થયા હતા જેના પછી બોલીવુડ અભિનેતા રિતેશ દેશમુખે ચોખવટ કરી હતી કે નિશિકાંત કામત જીવી રહ્યા છે. જો કે હવે રિતેશ દેશમુખે આ વાતની પુષ્ઠિ કરી છે બોલીવુડ દિગ્દર્શક નિશિકાંત કામતનું નિધન થઈ ગયું છે.




સૂત્રોના કહેવા પ્રમાણે, 31મી જુલાઈએ તે હૈદરાબાદના ગચીબોવલી સ્થિત એઆઈજી(AIG) હૉસ્પિટલમાં દાખલ થયા હતા. લીવરની બિમારી ઉપરાંત તેમને અન્ય ઈન્ફેક્શન પણ હતા. ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ, હૅપોટોલોજીસ્ટ અને અન્ય વરિષ્ઠ કન્સલટન્ટ્સ સમાવિષ્ટ એક ટીમ કામતની કાળજી કરી રહી હતી.

ફોર્સ અને દ્રશ્યમ ઉપરાંત કામતે ઈરફાન ખાનની મદારી, જોન અબ્રાહમની રોકી હેન્ડસમ વગેરે ફિલ્મ ડિરેક્ટ કરી છે. ડોંબિવલી ફાસ્ટ અને લય ભારી જેવી મરાઠી ફિલ્મ પણ બનાવી છે. રોકી હેન્ડસમ અને મરાઠી ફિલ્મ સતચ્યા આત ગરાતમાં તેમણે પોતે ઍક્ટર તરીકે કામ પણ કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2020 05:41 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK