પરફેક્ટ મેરેજની વાસ્તવિકતા રજૂ કરતી ચાર ફિલ્મોનું ઝૂમખું એટલે ફરબિડન લવ

Published: Sep 11, 2020, 20:03 IST | Nirali Dave | Mumbai

ઝીફાઈવની ફરબિડન લવમાં ચાર રોમૅન્ટિક અને થ્રિલર ફિલ્મોને પ્રિયદર્શન, પ્રદીપ સરકાર, મહેશ માંજરેકર અને અનિરુદ્ધા રોય ચૌધરીએ બનાવી છે

પરફેક્ટ મેરેજની વાસ્તવિકતા રજૂ કરતી ચાર ફિલ્મોનું ઝૂમખું એટલે ફરબિડન લવ
પરફેક્ટ મેરેજની વાસ્તવિકતા રજૂ કરતી ચાર ફિલ્મોનું ઝૂમખું એટલે ફરબિડન લવ

નેટફ્લિક્સની ‘લસ્ટ સ્ટોરીઝ’ કે ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ની જેમ હવે ઝીફાઈવ પ્લેટફોર્મ પર પણ અલગ-અલગ ડિરેક્ટરની ફિલ્મોનો એક શો ‘ફરબિડન લવ’ બનાવવામાં આવ્યો છે. ‘ફરબિડન લવ’માં પ્રદીપ સરકાર, પ્રિયદર્શન, મહેશ માંજરેકર અને અનિરુદ્ધા રોય ચૌધરી જેવા એવોર્ડ-વિનિંગ ફિલ્મમેકર્સની ચાર રોમેન્ટિક-થ્રિલર જોવા મળશે. આ વાર્તાઓ ‘પરફેક્ટ મેરેજ’ના કોન્સેપ્ટની રિઅલિટી રજૂ કરશે.

આ ચાર સ્ટોરીઝમાં અલી ફઝલ, ઓમકાર કપૂર, આહના કુમરા, હર્ષ છાયા, પૂજા કુમાર, આદિત્ય સીલ, પત્રલેખા પૌલ, રાઈમા સેન સહિતના કલાકારો જોવા મળશે. ‘અનામિકા’ (પ્રિયદર્શન) અને ‘અરેન્જ્ડ મેરેજ’ (પ્રદીપ સરકાર) ૯ સપ્ટેમ્બરે રિલીઝ થઈ છે અને બાકીની બે ફિલ્મો ‘રુલ્સ ઓફ ધ ગેમ’ (અનિરુદ્ધા રોય ચૌધરી) અને ‘ડાયગ્નોસિસ ઓફ લવ’ (મહેશ માંજરેકર) ૨૪ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK