Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારા માટે અમિતાભ બચ્ચન પ્રેરણાસ્રોત છે: ડિરેક્ટર મકબુલ ખાન

મારા માટે અમિતાભ બચ્ચન પ્રેરણાસ્રોત છે: ડિરેક્ટર મકબુલ ખાન

24 September, 2020 01:25 PM IST | Mumbai
Agencies

મારા માટે અમિતાભ બચ્ચન પ્રેરણાસ્રોત છે: ડિરેક્ટર મકબુલ ખાન

ડિરેક્ટર મકબુલ ખાન

ડિરેક્ટર મકબુલ ખાન


‘ખાલીપીલી’ના ડિરેક્ટર મકબુલ ખાન અમિતાભ બચ્ચનને પ્રેરણા માને છે. ‘ખાલીપીલી’માં ઈશાન ખટ્ટર અને અનન્યા પાન્ડે લીડ રોલમાં છે. અમિતાભ બચ્ચન વિશે જણાવતાં મકબુલ ખાને કહ્યું હતું કે ‘હું મિસ્ટર અમિતાભ બચ્ચનનો મોટો ફૅન છું. તેમની ફિલ્મો જોઈને હું મોટો થયો છું. બાળપણમાં હું તેમની સ્ટાઇલની નકલ પણ કરતો હતો. ખરું કહું તો મારી અંદર ‘ફિલ્મી કીડા’ તેમણે જ નાખ્યો છે. તેમનાથી હું ખૂબ પ્રેરિત થયો છું. તેમની ફિલ્મો મને જકડી રાખે છે. તેમનાથી પ્રેરિત થઈને જ મને ફિલ્મોમાં કરીઅર બનાવવાની ઇચ્છા થઈ હતી.’
મકબુલ ખાને ફિલ્મમેકિંગની ટ્રેઇનિંગ અનુભવ સિંહા પાસેથી લીધી હતી. આ વિશે મકબુલ ખાને કહ્યું હતું કે ‘હું રાજસ્થાનના નાનકડા શહેરથી આવું છું. હું જ્યારે બૉમ્બે આવ્યો ત્યારે અનુભવ સિંહા સરને 10 વર્ષો સુધી અસિસ્ટ કર્યા હતા. હું તેમની પાસેથી જ ફિલ્મ વિશે બધું શીખ્યો છું. મેં કદી પણ કોઈ પણ ફિલ્મ ઇન્સ્ટિટ્યુટની મુલાકાત નથી લીધી. અનુભવ સર મારા રિયલ ગુરુ છે. તેમને અસિસ્ટ કર્યા બાદ મેં 2006માં ‘કબૂતર’ બનાવી હતી. ત્યાર બાદથી જ ફિલ્મમેકર તરીકે મારી ખરી જર્ની શરૂ થઈ ગઈ હતી.’


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2020 01:25 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK