Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કિંજલ દવેનું નવું ગીત 'પૈસા છે તો પ્રેમ છે' થયું રિલીઝ

કિંજલ દવેનું નવું ગીત 'પૈસા છે તો પ્રેમ છે' થયું રિલીઝ

13 July, 2019 06:04 PM IST |

કિંજલ દવેનું નવું ગીત 'પૈસા છે તો પ્રેમ છે' થયું રિલીઝ

કિંજલ દવેનું નવું ગીત 'પૈસા છે તો પ્રેમ છે' થયું રિલીઝ

કિંજલ દવેનું નવું ગીત 'પૈસા છે તો પ્રેમ છે' થયું રિલીઝ


કિંજલ દવેનું નવું ગીત 'પૈસા છે તો પ્રેમ છે' રિલીઝ થયું છે. આ ગીતને મનુ રબારીએ લખ્યું છે. જ્યારે કિંજલ દવેએ ગાયું છે. કેડી ડિજિટલના બેનર હેઠળ આ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં ભાવિન ભાનુશાળી અને આંચલ શાહ જોવા મળી રહ્યા છે. ગીત એકદમ પૉપ સોન્ગ જેવું છે. જેને સાંભળતા લાગે છે કે તે યુવાનોમાં ખૂબ જ જલ્દી પ્રિય થઈ જશે.



કેડી ડિટિજલના બેનર સાથે ફરી એકવાર કિંજલ દવે તેના ફેન્સને મોજ કરાવશે. પૈસા છે તો પ્રેમ સાથે ગુજરાતી પૉપ સોન્ગ સાથે આવી છે. કિંજલ દવે. સોન્ગમાં ભાવિન ભાનુશાળી એક દમદાર પરફોર્મર દેખાઈ રહ્યો છે જ્યારે આંચલ શાહ પણ પરફેક્ટ પ્રેમિકા દેખાઈ રહી છે. સેનોમેટોગ્રાફી નોર્મલ પણ દમદાર દેખાઈ રહ્યું છે. મનુ રબારી દ્વારા લખાયેલા આ સોન્ગમાં જુની કહેવત જેમકે નાણા વગરનો નાથિયો જેવી ઘણી વાતોનં પરફેક્ટ કોમ્બિનેશન જોવા મળી રહ્યો છે. 'પૈસા છે તો પ્રેમ છે'માં કિંજલ દવે તમને તેની બિટ્સ પણ તમને નચાવશે.


કિંજલ દવે તેના ગીત 'ચાર ચાર બંગડી વાળી ગાડી'થી જાણીતી બની હતી. જે બાદ તેના ઘણા ગીતો રિલીઝ થઈ ચુક્યા છે. કિંજલ દવે એ એક પછી એક ધમાકેદાર ગીતો આપ્યા છે અને આ જ કારણ છે કે લોકો તેને આટલું પસંદ પણ કરે છે. જ્યારથી કિંજલે તેનું નવું ગીત આવવાનું છે તેવી જાહેરાત કરી છે ત્યારથી જ તેના ચાહકો રાહ ગીત રીલિઝ થવાની રાહ જોઈ રહ્યા હતા અને આજે આખરે તેમની રાહનો અંત આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2019 06:04 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK