આ પાંચ કારણોને લીધે ઈન ટુ ધ વાઈલ્ડ વિથ બેયર ગ્રિલ્સ જોવું પડશે

Published: Sep 08, 2020, 15:01 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ડિસ્કવરી ચેનલના પૉપ્યુલર શો 'ઈન ટુ ધ વાઇલ્ડ વિથ બેયર ગ્રિલ્સ'માં હોસ્ટ બેયર ગ્રિલ્સ સાથે ખિલાડી કુમાર 14 સપ્ટેમ્બરના એપિસોડમાં જોવા મળશે અને જીવના જોખમે મુશ્કેલીઓનો સામનો કરશે.

બૉલીવુડનો 'ખિલાડી' અક્ષય કુમાર (Akshay Kumar) હંમેશા કંઈક નવું કરવા માટે જાણીતો છે અને આ વખતે વધુ એક વસ્તુ નવી કરવા જઈ રહ્યો છે. આ વખતે અક્ષય કુમાર સાવ નવી જ એક્ટિવિટિ કરવા જઈ રહ્યો છે. જે જોઈને સહુ આશ્ચર્યચકિત થઈ જશે. ફિલ્મોમાં વિલન સાથે ઝઘડયા બાદ હવે અક્ષય કુમાર જંગલમાં પ્રાણીઓ સાથે ઝઘડતો અને મસ્તી કરતો જોવા મળશે. ડિસ્કવરી ચેનલના પૉપ્યુલર શો 'ઈન ટુ ધ વાઇલ્ડ વિથ બેયર ગ્રિલ્સ'માં હોસ્ટ બેયર ગ્રિલ્સ (Bear Grylls) સાથે ખિલાડી કુમાર 14 સપ્ટેમ્બરના એપિસોડમાં જોવા મળશે અને જીવના જોખમે મુશ્કેલીઓનો સામનો કરશે.

શો 'ઈન ટુ ધ વાઇલ્ડ વિથ બેયર ગ્રિલ્સ'માં #KhiladiOnDiscovery આ વિશેષ એપિસોડ 11 સપ્ટેમ્બરે ડિસ્કવરી પ્લસ એપ પર રિલીઝ થશે અને 14 સપ્ટેમ્બરે તેનું ટીવી પર પ્રિમિયમ યોજાશે.

1.અક્ષય કુમારનાં મિત્રો આ એડવેન્ચરમાં જોડાયા છે

 
 
 
View this post on Instagram

You thinking I mad… but mad only going into the wild. #IntoTheWildWithBearGrylls @beargrylls @discoveryplusindia @discoverychannelin

A post shared by Akshay Kumar (@akshaykumar) onAug 20, 2020 at 10:32pm PDT

અક્ષય કુમારના ફ્રેન્ડ્સના સ્પેશ્યલ મેસેજીસ બેયરે શો દરમિયાન શૅર કર્યા છે. પત્ની ટ્વિન્કલ ખન્ના સહિત, સુનિલ શેટ્ટી અને કેટરિના કેફનો પણ સમાવેશ છે. આ સ્ટાર્સે શું કહ્યું તે માટે તમારે શો જોવો પડશે.

2.ખેલાડીનો રિયલ-લાઈફ એક્શન મોડ

અક્ષય કુમાર તેની મુવીમાં પણ બધા સ્ટન્ટ્સ પોતે જ કરે છે. આ શોમાં પણ તેમણે ખતરનાક સ્ટન્ટ્સ કર્યા છે. અક્ષયે શોમાં બેયરને પોતાના બાળપણ વિશે પણ વાત કરી હતી, જેમાં તેણે કહ્યું કે દિલ્હીમાં એક નાના ઘરમાં તે 24 લોકો સાથે રહેતો હતો.

શોમાં બેયરે અક્ષયને સાવચેત કર્યો કે આગળ જંગલી પ્રાણીઓ છે જેનાથી જીવનું જોખમ છે. અક્ષયે પણ તેને કહ્યું કે તે બેયરની દરેક સલાહનું પાલન કરશે અને તે એક સારો વિદ્યાર્થી બનવાની કોશિશ કરશે. જોકે અક્ષયની લાઈફ સ્ટોરીથી ઈમ્પ્રેસ થયો હોવા છતાં બેયરે અક્ષય કુમારને કપરા પડકારો આપ્યા હતા.

3.જીવન બચાવવાની યુક્તિઓ શીખવા મળશે

શોમાં એડવેન્ચરની શરૂઆત કરતા અક્ષય અને બેયર એક નદીને રસ્સીથી ક્રોસ કરતા દેખાય છે. અક્ષયની પહેલી ચેલેન્જ એક લાંબા ઝાડ ઉપર ચઢીને સુરક્ષિત રસ્તો શોધવાની હોય છે. બેયર ગ્રિલ્સના સૂચનો મુજબ તે હાર્નેસ બાંધીને ઝાડ ઉપર ચઢે છે. અક્ષયે આ વખતે કહ્યું કે, હું જે શૂટિંગમાં કરું છું તેના કરતા પણ આ ખૂબ જ હાર્ડ છે. પણ હું એન્જોય કરી રહ્યો છું. મને રોપથી હાર્નેસ કરવાની ટેકનિક શીખવી છે.

4.અક્ષય કુમારે જે ચા પીધી તે કદાચ કોઈ ન પી શકે

અક્ષય કુમાર હેબતાઈ ગયો જ્યારે બેયરે તેને કહ્યું કે હાથીના છાણમાંથી તેણે ચા બનાવી છે. અક્ષયે સામે કહ્યું કે, આપણે પી શકીએ? તે પછી અક્ષય કુમારે આ હાથીના છાણની ચા પીધી જે તેને ભાવી પણ ખરી.

5.બેયરને પણ ‘ભારત કે વીર’થી અવગત કરાવ્યો

અક્ષય કુમારે બેયરને કહ્યું કે, મારા જીવનમાં પિતાનો પ્રભાવ છે. હું તેમના નિયમોને અનુસરુ છું અને તેમણે મને જે શિખડાવ્યું છે તે કરું છું. મને આશા છે કે આ જ વસ્તુ મારા દિકરામાં આવે. અક્ષયે બેયર ગ્રિલ્સને ‘ભારત કે વીર’થી પણ અવગત કરાવ્યો હતો. તેણે સમજાવ્યું કે કઈ રીતે પૈસા સરકારને નહીં પરંતુ શહીદ કુટુંબીઓને મળે છે.   

ગયા વર્ષે 12 ઓગસ્ટ 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિસ્કવરી ચેનલના લોકપ્રિય શો 'Man vs Wild'ના સ્પેશિયલ એપિસોડમાં બિયર ગ્રિલ્સ સાથે જોવા મળ્યા હતા. ત્યારે આ શો દુનિયાનો સૌથી વધારે જોનારો શો બની ગયો હતો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK