એક્સરસાઇઝ કર્યા વગર કામમાં મન નથી લાગતું અનિલ કપૂરનું

Published: Jan 29, 2020, 15:24 IST | Mumbai

અનિલ કપૂર જો એક્સરસાઇઝ ન કરે તો તેનું કામમાં મન નથી લાગતું.

અનિલ કપૂર
અનિલ કપૂર

અનિલ કપૂર જો એક્સરસાઇઝ ન કરે તો તેનું કામમાં મન નથી લાગતું. ૬૩ વર્ષીય અનિલ કપૂર હજી પણ ૪૦ના હોય એવું લાગે છે. પોતાની ફિટ્નેસ વિશે અનિલ કપૂરે કહ્યું હતું કે ‘મારી લાઇફમાં ફિટ્નેસ મારા માટે ખૂબ અગત્યનું છે. આ મારો રોજબરોજનાં જીવનનો જ એક ભાગ છે. હું એક્સરસાઇઝ કર્યા વગર અથવા તો મારા ફિટ્નેસ પર ધ્યાન આપ્યા વગર કોઈ કામ નથી કરી શકતો. હું દરરોજ યોગા, રનિંગ, વૅઇટ લિફ્ટિંગ કરું છું. હું સાથે જ પ્લેન્ક્સ પણ કરું છું. કસરત વગર હું કામ નથી કરી શકતો કેમ કે એનાથી હું પોતાને પૉઝીટીવ અનુભવુ છું. જો હું એક્સરસાઇઝ ન કરું તો હું ખૂબ જ અજીબ અને અસહજ અનુભવુ છું. મારુ તો કામમાં પણ મન નથી લાગતું. મારી લાઇફમાં મારો ધ્યેય છે કે હું મારી ફૅમિલી અથવા તો મારા ફિલ્મનાં ડિરેક્ટર માટે સારી રીતે કામ કરું અને એનાં માટે મારું ફિટ રહેવુ ખૂબ જરૂરી છે. એ મને ઉત્સાહ અને પ્રેરણાં આપે છે. એનાંથી હું ફ્રેશ અનુભવુ છું. હું ખુશ થાઉં છું અને જો હું ખુશ હોઉં તો મારી આસપાસનાં લોકો પણ ખુશ થશે. ફિટ્નેસ મારી પહેલી પ્રાથમિકતા છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK