Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હ્રતિક રોશન અને ટાઈગર શ્રૉફ વચ્ચે છેડાયું વૉર, કોની થશે જીત

હ્રતિક રોશન અને ટાઈગર શ્રૉફ વચ્ચે છેડાયું વૉર, કોની થશે જીત

12 August, 2019 01:45 PM IST | મુંબઈ

હ્રતિક રોશન અને ટાઈગર શ્રૉફ વચ્ચે છેડાયું વૉર, કોની થશે જીત

હ્રતિક રોશન અને ટાઈગર શ્રૉફ વચ્ચે છેડાયું વૉર

હ્રતિક રોશન અને ટાઈગર શ્રૉફ વચ્ચે છેડાયું વૉર


સોશિયલ મીડિયા પર એકબીજાને પડકાર આપી રહ્યા છે હ્રિતિક રોશન અને ટાઈગર શ્રૉફ. જેમાં જીત કોની થશે તે તો 2 ઑક્ટોબર ખબર પડશે, જ્યારે હ્રિતિક અને ટાઈગરની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ વૉર રિલીઝ થશે. અને તે પહેલા જ સોશિયલ મીડિયા પર આ વૉરની ધમકી સંભળાવા લાગી છે.

ટાઈગર શ્રૉફે વૉરનું નવું પોસ્ટર શેર કર્યું છે, જેની સાથે તેણે લખ્યું છે કે આ લડાઈમાં માત્ર એક જ જીતશે. હ્રિતિક રોશન, શું તમે હારવા માટે તૈયાર છો? ટાઈગરે હ્રિતિકને ખુલ્લેઆમ આ પડકાર આપ્યો છે.




સિનિયર હોવાના કારણે હ્રિતિકે જે જવાબ આપ્યો તે મજેદાર છે. હ્રિતિકે લખ્યું કે આ એક જંગ છે. મારી એક્શન મારા શબ્દો કરતા વધારે ધમાકેદાર હશે. 2 ઑક્ટોબરે તેને મળું છું.



વૉર યશરાજ બેનરની મહત્વાકાંક્ષી ફિલ્મ છે, જેને સિદ્ધાર્થ આનંદે ડાયરેક્ટ કરી છે. સિદ્ધાર્થ આ પહેલા હ્રિતિક અને કેટરીનાને લઈને બેંગ બેંગ બનાવી ચુક્યા છે, જે ખૂબ જ સફળ રહી હતી. જ હોલીવુડ એક્શન ફિલ્મ નાઈટ એન્ડ ડેની રીમેક હતી. વૉરમાં ટાઈગર અને હ્રિતિકના કાસ્ટિંગને લઈને ઉત્સુકતા વધી છે.

ટાઈગર, રિયલ લાઈફમાં હ્રિતિકથી ઘણા પ્રભાવિત છે અને તેનો તેઓ જાહેરમાં સ્વીકાર પણ કરી ચુક્યા છે. ટાઈગર ડાન્સ અને એક્શનમાં માહેર છે. એવામાં હ્રિતિક સાથે તેમને પડદા પર જોવું રસપ્રદ રહેશે. ફિલ્મથી સારા કલેક્શન પણ આશા રાખવામાં આવી રહી છે. આ પહેલા ફિલ્મનું ટીઝર પણ આવ્યું હતું. જેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું.


આ પણ જુઓઃ બર્થ ડે ગર્લ સારા અલી ખાનનો આવો છે અંદાજ, દરેક આઉટફિટમાં લાગે છે ખૂબસૂરત

વૉર હ્રિતિક રોશનની આ વર્ષે રીલિઝ થનારી બીજી ફિલ્મ છે. પહેલી ફિલ્મ સુપર 30 હતી. જે 150 કરોડ જેટલો બિઝનેસ કરી ચુકી છે. જ્યારે ટાઈગર સ્ટુડન્ટ ઑફ ધ યર 2માં નજર આવ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

12 August, 2019 01:45 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK