પોતાનાં ડ્રીમ્સ પહેલાં પતિના સપનાને મહત્વ આપનાર મહિલાઓને 83 સમર્પિત છે : દીપિકા

Published: Feb 19, 2020, 07:40 IST | Harsh Desai | Mumbai

તેનું કહેવું છે કે તેણે આ વસ્તુ તેની મમ્મીનામાં ખૂબ જ નજીકથી મહેસૂસ કરી હતી

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણનું કહેવું છે ‘૮૩’ એવી મહિલાઓને સમર્પિત છે જેઓ પોતાના સપના પહેલાં પતિના સપનાને મહત્વ આપે છે. તે ‘૮૩’માં નાનું, પરંતુ મહત્વનું રોમી દેવનું પાત્ર ભજવી રહી છે. ૧૯૮૩ના વર્લ્ડ કપ પરથી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં કપિલ દેવના પાત્રમાં રણવીર સિંહ છે અને તેમની પત્નીના પાત્રમાં દીપિકા છે. રણવીરની સાથે તમામ ફિલ્મનો લુક જાહેર થઈ ગયો છે, પરંતુ રોમી દેવનો લુક અહીં જોઈ શકાય છે. દીપિકા હૂબહૂ રોમી દેવ જેવી દેખાઈ રહી છે. રણવીર અને દીપિકા તેમના જેવા દેખાવવાની સાથે તેમની કેમિસ્ટ્રિ પણ સ્ક્રીન પર લઈને આવશે. આ વિશે વધુ જણાવતાં દીપિકાએ કહ્યું હતું કે ‘ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મહત્વની ક્ષણમાંની એક પરથી ફિલ્મ બની રહી છે અને એમાં નાની, પરંતુ મહત્વનું પાત્ર ભજવવાની મને ખુશી છે. પતિના કામમાં અને તેના વ્યક્તિગત સપનાઓની સફળતા માટે એક પત્નીની ભૂમિકા કેટલી મહત્વની હોય છે એ મેં મારી મમ્મીમાં ખૂબ જ નજિકથી મહેસૂસ કરી છે.’

દસ એપ્રિલે રિલીઝ થનાર આ ફિલ્મને ડિરેક્ટર કરનાર કબીર ખાનનું કહેવું છે કે ‘મેં દીપિકાને હંમેશાં એક અદ્ભુત ઍક્ટ્રેસ તરીકે જોઈ છે અને જ્યારે રોમી દેવના પાત્રની કાસ્ટિંગ વિશે વિચાર આવી રહ્યો હતો ત્યારે મને ફક્ત દીપિકાનો જ ખ્યાલ આવ્યો હતો. રોમીમાં ખૂબ જ આકર્ષક અને પોઝિટીવ એનર્જી છે અને દીપિકાએ એને ખૂબ જ સારી રીતે ન્યાય આપ્યો છે. કપિલ દેવ અને રોમીની કેમિસ્ટ્રીને દર્શકો સામે રાખવા માટે મને દીપિકા અને રણવીરની કેમિસ્ટ્રી ખૂબ જ કામ આવી છે. મને ખુશી છે કે દીપિકા અમારી ‘૮૩’નો એક પાર્ટ છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK